Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં ધાર્મિક સ્થળો અને ભક્તોની સુરક્ષા માટે ઐતિહાસિક ‘SACRED Act’ રજૂ

અમેરિકામાં ધાર્મિક સ્થળો અને ભક્તોની સુરક્ષા માટે ઐતિહાસિક ‘SACRED Act’ રજૂ

Published : 09 June, 2026 01:34 PM | Modified : 09 June, 2026 03:55 PM | IST | America
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

SACRED Act (Safeguarding Access to Congregations and Religious Establishments from Disruption) અંતર્ગત, કોઈપણ ધાર્મિક સ્થળની આસપાસ ૧૦૦ ફૂટના વિસ્તારને સુરક્ષિત જાહેર કરવામાં આવશે. 

ધાર્મિક સ્થળો અને ભક્તોની સુરક્ષા માટે ઐતિહાસિક ‘SACRED Act’

ધાર્મિક સ્થળો અને ભક્તોની સુરક્ષા માટે ઐતિહાસિક ‘SACRED Act’


મંદિરો, મસ્જિદો અને ચર્ચની આસપાસ 100 ફૂટનો સુરક્ષા વિસ્તાર બનાવવામાં આવશે, ભક્તોને ડરાવવું કે રોકવું હવે ફેડરલ ગુનો ગણાશે. અમેરિકામાં (America) વધતી ધાર્મિક અસહિષ્ણુતા અને ધાર્મિક સ્થળોની બહાર ભક્તોને હેરાન કરવાની ઘટનાઓ વચ્ચે, યુએસ કૉંગ્રેસમાં એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બિલ ‘SACRED Act’ રજૂ કરવામાં આવ્યું છે. કૉંગ્રેસમેન ટોમ સુઓઝી અને કૉંગ્રેસમેન મેક્સ મિલરે સંયુક્ત રીતે આ બિલ રજૂ કર્યું છે, જેનો મુખ્ય હેતુ દરેક ધર્મના લોકોને નિર્ભય અને સુરક્ષિત રીતે પોતાના ધાર્મિક સ્થળોએ જવાની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાનો છે.

SACRED Act ધાર્મિક સ્વાતંત્ર્યની દિશામાં ઐતિહાસિક પગલું



છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં હિન્દુ મંદિરો, ચર્ચ, સિનાગોગ, ગુરુદ્વારા અને મસ્જિદોની બહાર વિરોધ પ્રદર્શન, ધમકીઓ અને હેરાનગતિની અનેક ઘટનાઓ સામે આવી છે. અનેક વખતે ભક્તોને પ્રાર્થના માટે જતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક કિસ્સાઓમાં શાબ્દિક દુર્વ્યવહાર અને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ SACRED Actને ધાર્મિક સ્વાતંત્ર્યની દિશામાં ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.


‘Safeguarding Access to Congregations and Religious Establishments from Disruption’ નામના આ કાયદા હેઠળ કોઈપણ ધાર્મિક સ્થળની આસપાસ 100 ફૂટનો સુરક્ષિત બફર ઝોન બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ ભક્તોને ઈરાદાપૂર્વક ડરાવે, ધમકાવે, તેમનો રસ્તો રોકે અથવા હેરાન કરવાના હેતુથી 8 ફૂટની અંદર આવે, તો તેને ફેડરલ ગુનો માનવામાં આવશે. આવા ગુનાઓ માટે કડક કાનૂની કાર્યવાહી અને સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.


અમેરિકામાં (America) વસતા વિવિધ ધાર્મિક સમુદાયોનું વ્યાપક સમર્થન

આ બિલને અમેરિકામાં (America) વસતા વિવિધ ધાર્મિક સમુદાયોનું વ્યાપક સમર્થન મળ્યું છે. ખાસ કરીને ભારતીય (Indian) અને હિન્દુ (Hindus) સમુદાય માટે આ એક મહત્વપૂર્ણ રાહતરૂપ પગલું ગણાઈ રહ્યું છે. BAPS સ્વામિનારાયણ (Swaminarayan) સંસ્થા, Hindu American Foundation (HAF) અને United Sikhs જેવી અગ્રણી સંસ્થાઓએ બિલને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. સાથે જ ADL, AJC અને ISNA સહિત અનેક યહૂદી અને મુસ્લિમ સંગઠનો પણ આ કાયદાના સમર્થનમાં આગળ આવ્યા છે.

સાંસદોએ જણાવ્યું હતું કે અમેરિકાનું (America) બંધારણ દરેક નાગરિકને શાંતિપૂર્ણ અભિવ્યક્તિનો અધિકાર આપે છે, પરંતુ તે કોઈને પણ અન્ય લોકોની ધાર્મિક આસ્થામાં ભય કે અવરોધ ઊભો કરવાની મંજૂરી આપતું નથી. તેમના મતે, આ કાયદો અમલમાં આવ્યા બાદ અમેરિકામાં ધાર્મિક સહિષ્ણુતા, સામાજિક સુરક્ષા અને કાયદાના શાસનને વધુ મજબૂતી મળશે, જેથી દરેક નાગરિક પોતાનો ધર્મ ગૌરવ અને સુરક્ષાની ભાવના સાથે પાળી શકે. SACRED Act (Safeguarding Access to Congregations and Religious Establishments from Disruption) અંતર્ગત, કોઈપણ ધાર્મિક સ્થળની આસપાસ ૧૦૦ ફૂટના વિસ્તારને સુરક્ષિત જાહેર કરવામાં આવશે. 

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 03:55 PM IST | America | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK