યુક્રેને પણ આ યુદ્ધવિરામનું સ્વાગત કરતાં કહ્યું હતું કે...
વૉલોદિમીર ઝેલેન્સ્કીની ફાઇલ તસવીર
અમેરિકા-ઈરાનના સંઘર્ષમાં યુદ્ધવિરામ પછી દુનિયાને બીજી પણ એક ખુશખબરી મળી છે. હવે રશિયા-યુક્રેને પણ યુદ્ધવિરામ જાહેર કર્યો છે. અલબત્ત, આ માત્ર ગણતરીના કલાકોનો છે. લગભગ અઢી વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં રશિયાએ ઑર્થોડૉક્સ ઈસ્ટરના ફેસ્ટિવલને કારણે યુદ્ધવિરામ જાહેર કર્યો છે. પુતિને રશિયન સેનાને શનિવારે સાંજે ૪ વાગ્યાથી રવિવારની રાત સુધી યુદ્ધવિરામનું સખત પાલન કરવાનો આદેશ આપ્યો છે. પુતિને કહ્યું હતું કે આશા રાખીએ છીએ કે યુક્રેન પણ આ વિરામનું પાલન કરશે.
યુક્રેને પણ આ યુદ્ધવિરામનું સ્વાગત કરતાં કહ્યું હતું કે ‘અમે જ આ વર્ષે ઈસ્ટર દરમ્યાન સીઝફાયરનો પ્રસ્તાવ આપ્યો હતો અને અમે પણ એ અનુસાર જ કાર્યવાહી કરીશું. લોકોને એક એવો તહેવાર જોઈએ છે જેમાં કોઈ જોખમ ન હોય. રશિયા પાસે પણ મોકો છે કે ઈસ્ટર પછી એ ફરીથી હુમલાઓ કરવાનું શરૂ ન કરે.’
