ભૂતપૂર્વ સીઈઓને ફાયર કરાયાના એક દિવસ બાદ આ કંપનીના ઇન્વેસ્ટર્સ તેમને કંપનીમાં પાછા લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે
ભૂતપૂર્વ સીઈઓ સૅમ અલ્ટમૅન
ઓપનએઆઇના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે ભૂતપૂર્વ સીઈઓ સૅમ અલ્ટમૅનને ફાયર કરાયાને એક દિવસ બાદ આ કંપનીના ઇન્વેસ્ટર્સ તેમને પાછા કંપનીમાં લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
ઓપનએઆઇના પ્રૉફિટ માટેના વેન્ચરમાં હિસ્સો ધરાવતા વેન્ચર કૅપિટલ કંપનીઓએ અલ્ટમૅનને પાછા લાવવા માટે કંપનીના સિનિયર અધિકારીઓ અને માઇક્રોસૉફ્ટની સાથે ચર્ચા કરી છે. અલ્ટમૅનને પાછા લાવવા માટે આ કંપનીઓ પૂરતું પ્રેશર કરી શકશે કે નહીં એ હજી સ્પષ્ટ નથી.
ADVERTISEMENT
અલ્ટમૅન ચૅટજીપીટી બોટ લાવનારી આ કંપનીમાં પાછા ફરવા માટે ચર્ચા કરી રહ્યા છે તો સાથે જ તેઓ એક નવું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વેન્ચર લૉન્ચ કરવા પણ વિચાર કરી રહ્યા છે.
ટેક વર્લ્ડને ચોંકાવનારો નિર્ણય જાહેર થયા બાદ અલ્ટમૅન આ કંપનીના ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં સુધારો લાવવા માટે ઓપનએઆઇના એક્ઝિક્યુટિવ્સની સાથે ચર્ચા કરી રહ્યા છે. સાથે જ તેઓ ઓપનએઆઇના કેટલાક મુખ્ય રિસર્ચર્સ અને તેમના વિશ્વાસુ વ્યક્તિઓની સાથે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે તેઓ નવી એઆઇ કંપની શરૂ કરી શકે.
માઇક્રોસૉફ્ટ સહિત ઓપનએઆઇના ઇન્વેસ્ટર્સ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરી શકાય એની ચર્ચા કરી રહ્યા છે. ઓપનએઆઇમાંથી ટેલેન્ટેડ એમ્પ્લૉઈઝ નોકરી છોડીને જતા રહે એવા ડરથી અલ્ટમૅનને ફરી સીઈઓ બનાવવામાં આવી શકે છે.
ઓપનએઆઇમાં શરૂઆતમાં જ રોકાણ કરનાર ખોસલા વેન્ચર્સ ઇચ્છે છે કે ઓપનએઆઇમાં અલ્ટમૅન પાછા ફરે. સાથે જ ખોલસા વેન્ચર્સના ફાઉન્ડર વિનોદ ખોસલાએ શનિવારે એક્સ પ્લૅટફૉર્મ પર પોસ્ટ કર્યું હતું કે અલ્ટમૅન હવે પછી જે કંઈ કરશે એને તેઓ સપોર્ટ આપશે.
ઓપનએઆઇમાં કોનો કેટલો હિસ્સો?
ઓપનએઆઇમાં માઇક્રોસૉફ્ટનો હિસ્સો ૪૯ ટકા છે, જ્યારે અન્ય ઇન્વેસ્ટર્સ અને એમ્પ્લૉઈઝનો હિસ્સો ૪૯ ટકા છે. બીજા બે ટકા હિસ્સો ઓપનએઆઇની નૉન-પ્રૉફિટ સંસ્થાની પાસે છે.

