તોડફોડની ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે તેમ જ તમામ મંદિરોમાં પોલીસબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓની થયેલી તોડફોડ.
ઢાકા (આઇ.એ.એન.એસ) : બંગલાદેશના ઠાકુરગાંવ જિલ્લાના બલિયાડાંગી તાલુકામાં કેટલાક અજ્ઞાત લોકોએ ૧૪ જેટલાં હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી. તોડફોડની ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે તેમ જ તમામ મંદિરોમાં પોલીસબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બલિયાડાંગી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલાઓ શનિવારની રાત અને રવિવારની સવાર દરમ્યાન ધંતાલા, ચારોલ અને પારિયા ગામોમાં થયા હતા, જેનો હેતુ મૂર્તિઓની તોડફોડ કરીને સાંપ્રદાયિક સૌહાર્દને બગાડીને દેશની છબીને ખરાબ કરવાનો હતો. ગુનેગારોની ઓળખ હજી સુધી થઈ શકી નથી.
પૂજા સેલિબ્રેશન કાઉન્સિલના જનરલ સેક્રેટરી બિદ્યાનાથ બર્મને કહ્યું હતું કે ‘ધંતાલામાં નવ મંદિરો, ચારોલમાં એક અને પારિયામાં ચાર મંદિરો પર હુમલાઓ કરવામાં આવ્યો હતો. આ મંદિરો ભગવાન કૃષ્ણ, મનસા, લક્ષ્મી અને કાલીને સમર્પિત હતાં. મૂર્તિઓના હાથ, પગ અને માથાના ટુકડા થયા હતા. કેટલીકને નજીકના તળાવમાં ફેંકવામાં આવી હતી.