બાંગ્લાદેશથી (Bangladesh) એક યુવતીની નિર્મમ હત્યા (One More Murder) બાદ લવ જિહાદની (Love Jihad) વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Crime News
પ્રતીકાત્મક તસવીર
બાંગ્લાદેશથી (Bangladesh) એક યુવતીની નિર્મમ હત્યા (One More Murder) બાદ લવ જિહાદની (Love Jihad) વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખુલના શહેરના ગોબરચાકા વિસ્તારમાં અબૂ બકર (Abu Bakr) નામના એક શખ્સે પહેલા એક હિંદૂ છોકરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી, પછી ક્રૂરતાથી હત્યા (Killed a Girl) કરીને તેના અનેક ટુકડા કરી દીધા.
હાથ ગાયબ, માથું વાઢેલી લાશ જોઈ પોલીસ દંગ
ઘટના રવિવાર છ નવેમ્બરે તે સમયે સામે આવી, જ્યારે આરોપી અબૂ બકર કામ પર આવ્યો નહોતો અને તેનો ફોન બંધ હતો. જે ટ્રાન્સપૉર્ટ કંપનીમાં તે કામ કરે છે તેના માલિકકે જ્યારે ભાડાંના ઘરમાં કોઈકને મામલે માહિતી મેળવવા માટે મોકલ્યો તો તેના મકાનમાં તાળું મારેલું હતું અને મકાન માલિકને આની સૂચના આપી. સ્થિતિ શંકાસ્પદ લાગતા મકાન માલિક રાજૂએ પોલીસને સૂચના આપી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી દરવાજો ખોલ્યો તો ઘરના એક ડબ્બામાં હિંદૂ મહિલાનું માથું વાઢેલી લાશ મળી. ઘરની વધારે તલાશી લેવા પર માથું પૉલીથિનમાં લપેટાયેલું મળ્યું, પણ તેના હાથ ગાયબ હતા. એટલું જ નહીં જ્યારે નજીકના નાળાની તપાસ થઈ તો તેમાં કેટલાક માંસના ટુકડા અને હાડકા પડેલાં મળ્યા.
ADVERTISEMENT
સપનાની સાથે લિવ ઈન પણ કવિતાને પણ પ્રેમ જાળમાં ફસાવી
પોલીસ પ્રમાણે ધરપકડ અબૂ બકર અને તેની લિવ ઈન પાર્ટનર સપના ચાર વર્ષથી ગોબરચક ચારરસ્તા નંબર 1માં મકાન માલિક રાજૂના ઘરમાં પતિ પત્ની તરીકે રહેતાં હતાં. સપના શહેરના પ્રિન્સ હૉસ્પિટલમાં નર્સનું કામ કરતી હતી. પહેલાથી આ રિલેશનશિપમાં હોવા છતાં અબૂ એ કવિતાને પોતાના અફેરમાં ફસાવી.
હત્યાના થોડાક દિવસ પહેલા થઈ કવિતા અને અબૂ બકરની મુલાકાત
હત્યાથી કેટલાક દિવસ પહેલા કવિતા અને અબૂ બકરની મુલાકાત થઈ હતી. ઘટનાના પાંચ દિવસ પહેલા જ આરોપી મહિલાને મળ્યો હતો. તે 5 નવેમ્બર 2022, શનિવારની સાંજે કવિતાને પોતાના ભાડાના મકાનમાં લઈને આવ્યો હતો. તે સમયે સપના કામ પર ગઈ હતી કારણકે તે હૉસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં કામ કરતી હતી. બન્નેએ થોડો સમય વિતાવ્યા પછી જે થયું તેણે કવિતાનો જીવ લઈ લીધો.
મકાન માલિકે પોલીસને આપી માહિતી
મકાન માલિકે પોલીસને જણાવ્યું કે તે મહિલાને નહોતો ઓળખતો અને તે અબૂ બકરની પત્ની નથી. પછીથી પોલીસે મૃતકની ઓળખ કવિતા રાણી તરીકે કરી. ફરાર અબૂ બકર આ મામલે મુખ્ય શંકાસ્પદ હતો, અને પોલીસે તેને 7 નવેમ્બરના તેની લિવ ઈન પાર્ટનર સપના સાથે ધરપકડ કરી હતી. બાંગ્લાદેશની રેપિડ એક્શન બટાલિયન (RAB)એ 7 નવેમ્બર, 2022ની સવારે કાતિલ અબૂ બકરની ધરપકડ કરી લીધી છે. RAB 6ના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મુશ્તાક અહમદે મીડિયાકર્મચારીઓને આ ઘટનાની માહિતી આપી.
સપના વિશે ખબર પડતા ભડકી કવિતા
વૉઇસ ઑફ બાંગ્લાદેશની એક પોસ્ટ પ્રમાણે, પોલીસને શરૂઆતની તપાસમાં ખબર પડી કે કવિતાને અબૂ બકરના લિવ ઈનમાં હોવાની વાત ખબર પડી ગઈ હતી. આ કારણે બન્ને વચ્ચે વિવાદ થયો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે અબૂ અને કવિતા રિલેશનશિપમાં હતા. કવિતાને અબૂએ જણાવ્યું હતું કે તે સિંગલ છે. પણ થોડાક જ દિવસ પછી તેને ખબર પડી કે અબૂ તેને દગો આપી રહ્યો છે અને પહેલાથી પરિણીત છે. ત્યાર બાદ બન્ને વચ્ચે ઘણીવાર આને લઈને લડાઈ થતી.
આ રીતે મૃતદેહને કર્યો ઠેકાણે
મૃતદેહ ઠેકાણે લગાડવા માટે તે કિચનમાંથી ધારદાર ચાકૂ લઈને આવ્યો અને કવિતાનું માથું ધડથી જૂદું કર્યું. અબૂ બકરે પોતાના કપાયેલા માથાંને પૉલીથિન બૅગમાં લપેટ્યો. ત્યાર બાદ બન્ને હાથ પણ કાપીને નાળામાં ફેંકી દીધા. અન્ય લાશને તેણે ઘરમાં જ એક ડબ્બામાં રાખી દીધી.
હત્યા બાદ લિવ ઈન પાર્ટનર સપના સાથે નાસી ગયો
પોલીસના અધિકારીએ એ પણ ખુલાસો કર્યો કે તે જ રાતે (5 નવેમ્બર, 2022) અબૂ બકર પોતાની લિવ ઈન પાર્ટનર સપના સાથે રૂપસા નદી પાર કરી અને ઢાંકા માટે રવાના થઈ ગયાં. પણ બીજા જ દિવસે ભાડાંના ઘરમાંથી કવિતા રાણીનો મૃતદેહ મળ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી.
આ પણ વાંચો : શ્રદ્ધાના દાંતથી શરીરના ટુકડાઓની થઈ શકે છે ઓળખ, એવું કહ્યું આ ડૉક્ટરે
ખુફિયા વિભાગે કરી ધરપકડ
પોલીસની સાથે સાથે આરએબી ઇન્ટેલિજેન્સે 6 નવેમ્બર, 2022ની રાતે આરોપી અબૂ બકરના રહેઠાણની માહિતી મેળવી. ત્યાર બાદ તે અને સપનાની ગાઝીપુર જિલ્લાના બસન થાણાં ક્ષેત્રના ચારરસ્તા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. પોલીસે ધરપકડ આરોપીને સોનાડાંગા થાણાને સોંપી દીધી. આરોપી દ્વારા કબૂલાત બાદ, આરએબીએ તેની સૂચનાને આધારે શહેરના ગોબરચક્કા વિસ્તારમાં એક સાંકડી જગ્યાથી પૉલીથિનમાં બાંધેલ કવિતાના કપાયેલા હાથ જપ્ત કર્યા.