તેમણે કહ્યું હતું કે તેઓ એ સમય બાદ પણ વડા પ્રધાનપદે કાયમ રહેશે.
જસ્ટિન ટ્રુડો
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સામે તેમની જ લિબરલ પાર્ટીમાં આક્રોશ વધી રહ્યો છે અને આશરે બે ડઝન જેટલા સંસદસભ્યોએ તેમને રાજીનામું આપી દેવા માગણી કરી છે ત્યારે તેમણે જાહેર કર્યું હતું કે તેઓ ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે. પાર્ટીના એક મેમ્બરે તેમની આ જાહેરાતને નિરાશાજનક ગણાવીને કહ્યું હતું કે અમે તેમના બદલે પિયર પોલીવેરને નેતા તરીકે જોવા માગીએ છીએ. લિબરલ પાર્ટીના સંસદસભ્યોએ ૨૮ ઑક્ટોબર સુધીમાં તેમને પદ છોડવા જણાવ્યું છે, પણ ટ્રુડોને આ બાબતે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે તેઓ એ સમય બાદ પણ વડા પ્રધાનપદે કાયમ રહેશે.