Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારત અને ચીનને પાવરફુલ બનતાં રોકવા માટે અમેરિકા યુદ્ધો શરૂ કરી દે છે : ઈરાનના રાજદૂત

ભારત અને ચીનને પાવરફુલ બનતાં રોકવા માટે અમેરિકા યુદ્ધો શરૂ કરી દે છે : ઈરાનના રાજદૂત

Published : 05 March, 2026 11:09 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈરાની અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘યુદ્ધ અમેરિકા અને ઇઝરાયલે શરૂ કર્યું હતું, ઈરાને નહીં.

અબ્દુલ મજીદ હકીમ લાહી

અબ્દુલ મજીદ હકીમ લાહી


ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની ઑફિસના ખાસ પ્રતિનિધિ અબ્દુલ મજીદ હકીમ લાહીએ જણાવ્યું હતું કે ‘ઈરાન સાથેનો સંઘર્ષ ભારત અને ચીનને પાવરફુલ બનતાં રોકવાનો છે. અમેરિકા ભારત કે ચીનને શક્તિશાળી દેશ બનવા દેવા માગતું નથી. એને કારણે એ ભવિષ્યમાં આને રોકવા માટે ઘણાં યુદ્ધો સર્જે છે.’

એક સમાચાર એજન્સી સાથે વાતચીત કરતાં ઇલાહીએ જણાવ્યું હતું કે ‘નજીકના ભવિષ્યમાં વિશ્વનાં સૌથી શક્તિશાળી રાષ્ટ્રો ભારત, ચીન, રશિયા અને અમેરિકા હશે. જોકે અમેરિકા કોઈ ભાગીદાર ઇચ્છતું નથી. એ ભારત કે ચીનને શક્તિશાળી સાથીઓ તરીકે ઊભરતા જોવા માગતું નથી. પરિણામે તેઓ આ પરિવર્તનને રોકવા અને એમના વૈશ્વિક વર્ચસને જાળવી રાખવા માટે આ યુદ્ધો શરૂ કરે છે.’



યુદ્ધ અમેરિકાએ શરૂ કર્યું, અમે નહીં


ઈરાની અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘યુદ્ધ અમેરિકા અને ઇઝરાયલે શરૂ કર્યું હતું, ઈરાને નહીં. ઈરાન હવે અમેરિકા-ઇઝરાયલી આક્રમણથી પોતાનો બચાવ કરી રહ્યું છે. તેઓ જ અમારા પર હુમલો કરી રહ્યા છે અને અમારા નાગરિકો પર બૉમ્બમારો કરી રહ્યા છે. અમે ફક્ત પોતાનો બચાવ કરી રહ્યા છીએ. યુદ્ધ અમેરિકાએ શરૂ કર્યું હોવાથી એણે જ એનો અંત લાવવો જોઈએ. એક વાર તેઓ યુદ્ધ બંધ કરી દેશે પછી અમે પણ બંધ કરી દઈશું.’ 

બે યુદ્ધમાં નૅરેટિવ વૉર ખતરનાક


ઈરાન બે યુદ્ધો લડી રહ્યું છે એવું કહીને ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે ‘એક, અમેરિકા અને ઇઝરાયલ સાથે લશ્કરી સંઘર્ષ છે અને બીજું યુદ્ધ બનાવટી સમાચારનું નૅરેટિવ વૉર છે જે ખતરનાક છે. પહેલું યુદ્ધ ખૂબ જ ભારે છે અને એક મોટું યુદ્ધ છે. અમે અમેરિકા અને ઇઝરાયલ સામેના લશ્કરી યુદ્ધને સંભાળી શકીએ છીએ, પરંતુ બીજું યુદ્ધ નૅરેટિવનું યુદ્ધ છે જે આ પહેલા યુદ્ધ કરતાં ઘણું મોટું છે. આ યુદ્ધમાં તેઓ ઘણાબધા ખોટા સમાચારો બનાવે છે જે નથી. તેઓ કહે છે કે ઈરાનના લોકો શાસન-પરિવર્તન ઇચ્છે છે, પણ જમીન પર આવું કંઈ નથી.’

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 11:09 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK