Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > માથાથી જોડાયેલી બે ઇથિયોપિયન બહેનોને અમેરિકામાં પચીસ કલાકના જટિલ ઑપરેશન બાદ અલગ કરવામાં આવી

માથાથી જોડાયેલી બે ઇથિયોપિયન બહેનોને અમેરિકામાં પચીસ કલાકના જટિલ ઑપરેશન બાદ અલગ કરવામાં આવી

Published : 19 September, 2026 08:58 AM | IST | Missouri
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે વર્ષની બેઉ બહેનો હિયાબ અને વુહબ્તો હવે સ્વસ્થ થઈ રહી છે અને તેમને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં રાખવામાં આવી છે

હવે આ બેઉ બહેનો સ્વસ્થ છે અને બેસી શકે છે

હવે આ બેઉ બહેનો સ્વસ્થ છે અને બેસી શકે છે


ઇથિયોપિયામાં જન્મેલી અને માથાથી જોડાયેલી ટ્‍વિન સિસ્ટર્સને આશરે પચીસ કલાકના જટિલ ઑપરેશન પછી અલગ કરવામાં આવી હતી. અમેરિકામાં મિઝૂરીના સેન્ટ લુઈની એક હૉસ્પિટલના ડૉક્ટરોએ બુધવારે આ જટિલ ઑપરેશન પાર પાડ્યું હતું. બે વર્ષની બેઉ બહેનો હિયાબ અને વુહબ્તો હવે સ્વસ્થ થઈ રહી છે અને તેમને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં રાખવામાં આવી છે.
માર્ચ ૨૦૨૫માં તેમને અમેરિકા લાવવામાં આવી હતી અને તેમના પર ફાઇનલ ઑપરેશન પહેલાં એક વર્ષમાં ૬ નાનાં-નાનાં ઑપરેશન પાર પાડવામાં આવ્યાં હતાં જેથી તેમને અલગ કરી શકાય. આશરે પચીસ લાખ બાળકોના જન્મ બાદ આવો એક કેસ જોવા મળતો હોય છે.

હવે આ બેઉ બહેનો સ્વસ્થ છે અને બેસી શકે છે. તેઓ જન્મી ત્યાર બાદ એકબીજાનું મોં જોઈ શકતી નહોતી પણ હવે તેઓ એકબીજાને જોઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 08:58 AM IST | Missouri | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK