Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રમ્પે હવે રાઇફલ સાથે ફોટો શૅર કરીને ઈરાનને ધમકી આપી...જલદી સમજદાર બનો, હવે નરમાશ નહીં રાખું

ટ્રમ્પે હવે રાઇફલ સાથે ફોટો શૅર કરીને ઈરાનને ધમકી આપી...જલદી સમજદાર બનો, હવે નરમાશ નહીં રાખું

Published : 30 April, 2026 09:40 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈરાને અમેરિકાની સમુદ્રી ડાકુગીરી માટે યુનાઇટેડ નેશન્સમાં કરી ફરિયાદ; પાકિસ્તાને ઈરાન સાથે ૬ કૉરિડોર બનાવીને ટ્રમ્પને ઝટકો આપ્યો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયામાં પોતાનો રાઇફલવાળો ફોટો શૅર કરીને ઈરાનને કડક ચેતવણી આપી છે. તેમણે લખ્યું હતું કે ‘જલદી સમજદાર બનો, હવે વધુ નરમાશ નહીં રાખવામાં આવે. નો મોર મિસ્ટર નાઇસ ગાય.’

ડોનલ્ડ ટ્રમ્પે પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલી વાતચીત આગળ વધી ન રહી હોવાથી નારાજગી જતાવી હતી અને મીડિયા સાથેની બેઠકમાં કહ્યું હતું કે હવે ઈરાન ખુદને સંભાળી શકે એમ નથી. 



ઈરાને અમેરિકાની સમુદ્રી ડાકુગીરી માટે યુનાઇટેડ નેશન્સમાં કરી ફરિયાદ


ઈરાને અમેરિકા સામે ફરિયાદ કરતો યુનાઇટેડ નેશન્સને પત્ર લખ્યો છે. તેહરાન ટાઇમ્સના અહેવાલ મુજબ ઈરાને અમેરિકા પર ગંભીર આરોપ લગાવીને કહ્યું હતું કે ‘અમેરિકાએ અમારાં વેપારી જહાજો જપ્ત કરીને સમુદ્રી ડકૈતી કરી છે. અમેરિકાએ મૅજેસ્ટિક અને ટિફની નામનાં બે જહાજો જપ્ત કરીને લગભગ ૩૮ લાખ બૅરલ ઈરાની તેલ પર ગેરકાનૂની કબજો જમાવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકાની આ દખલગીરી પર સંયુક્ત રાષ્ટ્રએ કાર્યવાહી કરવી જોઈએ.’

પાકિસ્તાને ઈરાન સાથે ૬ કૉરિડોર બનાવીને ટ્રમ્પને ઝટકો આપ્યો


પાકિસ્તાન સરકારે ઈરાન સાથે વેપાર માટે ૬ જમીનમાર્ગો ખોલવાની જાહેરાત કરી છે. અમેરિકાએ ઈરાન પર નાકાબંધી લાદી છે ત્યારે આ રીતે પાકિસ્તાન ઈરાન સુધી ચીજવસ્તુઓ પહોંચાડવા માગે છે, પણ નિષ્ણાતો માને છે કે ભારત વિના પાકિસ્તાનનું પગલું નિષ્ફળ જશે.

આમાં ૬ જમીનમાર્ગોમાં તફ્તાન એક અગ્રણી સ્થળ છે. તફ્તાન એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના છગાઈ જિલ્લામાં ઈરાન-પાકિસ્તાન સરહદ પર આવેલું એક મહત્ત્વપૂર્ણ સરહદી શહેર છે. એ પાકિસ્તાનથી ઈરાનનો મુખ્ય ભૂમિમાર્ગ છે જે બન્ને દેશો વચ્ચે મુખ્ય માલ અને વેપારમાર્ગ તરીકે સેવા આપે છે. પાકિસ્તાનથી ઈરાન, ઇરાક અને સિરિયા જતા યાત્રાળુઓ અને સામાન્ય મુસાફરો મુખ્યત્વે આ માર્ગનો ઉપયોગ કરે છે. એ પાકિસ્તાનના ક્વેટા સાથે રોડ અને રેલ દ્વારા જોડાયેલું છે.

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 09:40 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK