Diamond Planet: ગયા વર્ષે, નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બીજી એક રોમાંચક શોધ કરી હતી. તેણે 41 પ્રકાશ-વર્ષ દૂર સ્થિત 55 કેનક્રિ e, એક સુપર-અર્થ જોયો હતો. આ ગ્રહ પૃથ્વી કરતા બમણો પહોળો અને નવ ગણો ભારે છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
નાસાના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ સ્પેસમાંથી પાછા આવતા આશ્ચર્યોથી ભરેલું અવકાશ તાજેતરમાં લોકોના રસનું વિષય બન્યું છે. જોકે તાજેતરમાં એક એવી જ શોધ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે જેને કારણે લોકોનો સ્પેસમાં રસ ખૂબ જ વધવાનો છે. અવકાશ આશ્ચર્યોથી ભરેલું છે, અને વૈજ્ઞાનિકો વધુ શોધતા રહે છે. તાજેતરમાં કેરવામાં આવેલી એક શોધે સંશોધકોને સ્તબ્ધ કરી દીધા છે.
વૈજ્ઞાનિકોએ તેજેતરમાં શોધી કાઢ્યું કે સ્પેસમાં એક વિશાળ હીરા જેવો ગ્રહ. PSR J1719-1438b તરીકે ઓળખાતો આ અવકાશી પદાર્થ પૃથ્વી કરતા પાંચ ગણો મોટો છે. પરંતુ અવકાશમાં આ એકમાત્ર ચમકતો ગ્રહ નથી. બીજો ગ્રહ, 55 કેનક્રિ e, પણ હીરા જેવો જ દેખાય છે.
ADVERTISEMENT
લગભગ સંપૂર્ણ રીતે હીરાથી બનેલો ગ્રહ
વૈજ્ઞાનિકોનું માનવું છે કે PSR J1719-1438b એક સમયે તારાનો ભાગ હતો. તેના બાહ્ય સ્તરો ન્યુટ્રોન તારા દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા, જેના કારણે કાર્બનથી ભરપૂર કોર છોડી દેવામાં આવ્યો હતો. સમય જતાં, ભારે દબાણે આ કોરને હીરા જેવા ગ્રહમાં રૂપાંતરિત કરી દીધો. આ દુર્લભ શોધે ખગોળશાસ્ત્રીઓનો અસામાન્ય ગ્રહોની રચનામાં રસ વધાર્યો છે.
ગયા વર્ષે, નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બીજી એક રોમાંચક શોધ કરી હતી. તેણે 41 પ્રકાશ-વર્ષ દૂર સ્થિત 55 કેનક્રિ e, એક સુપર-અર્થ જોયો હતો. આ ગ્રહ પૃથ્વી કરતા બમણો પહોળો અને નવ ગણો ભારે છે. ફક્ત 17 કલાકમાં તેના યજમાન તારાની પરિક્રમા કરતા, 55 કેનક્રિ e પર એકદમ ભીષણ ગરમી છે, જેને કારણે તેની સપાટીનું તાપમાન 2,400 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જે તેના લેન્ડસ્કેપને પીગળેલા લાવામાં ફેરવી શકે છે. વૈજ્ઞાનિકોએ ગૌણ વાતાવરણ પણ શોધી કાઢ્યું છે, જે જ્વાળામુખીની પ્રવૃત્તિને કારણે થઈ શકે છે.
55 કેનક્રિ e ખરેખર નોંધપાત્ર બનાવે છે તે તેની સંભવિત રચના હીરાની છે એવું કહીં શકાય છે. રિસર્ચ સૂચવે છે કે આખા ગ્રહના સમૂહનો ત્રીજો ભાગ હીરાનો બનેલો હોઈ શકે છે. પૃથ્વી પર જોવા મળતા પરિચિત પાણી અને ખડકોને બદલે, આ ગ્રહ ગ્રેફાઇટ અને હીરા જેવા ચમકતા કાર્બન માળખામાં ઢંકાયેલો હોઈ શકે છે. આ શોધો ગ્રહોની રચનાની આપણી સમજને પડકારે છે. હીરા ગ્રહોની હાજરી અવકાશી પદાર્થો કેવી રીતે બને છે તે અંગે પ્રશ્નો ઉભા થયા છે. વૈજ્ઞાનિકો બ્રહ્માંડના વધુ રહસ્યો ખોલવાની આશામાં આ ગ્રહોનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું છે.
નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)નાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરની પૃથ્વી પર સુરક્ષિત વાપસી થઈ છે. તેમનો ૮ દિવસનો પ્રવાસ ૯ મહિના સુધી લંબાયો હતો અને છેવટે ઈલૉન મસ્કની કંપની સ્પેસઍક્સના ડ્રૅગન કૅપ્સ્યુલમાં તેઓ ૧૭ કલાકનો પ્રવાસ કર્યા બાદ ભારતીય સમય મુજબ ગઈ કાલે વહેલી સવારે અમેરિકામાં ફ્લૉરિડાના તટે મેક્સિકોની ખાડીમાં ટૅલહાસી પાસે ઊતર્યાં હતાં. ત્યારે અમેરિકામાં સાંજનો સમય હતો. સુનીતા અને બચ વિલ્મોર સાથે NASAના નિક હેગ અને કૉસ્મોનૉટ ઍલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ સ્પેસ સ્ટેશનમાંથી પૃથ્વી પર પાછા ફર્યા છે.

