અહીં તામિલ હિન્દુ સમુદાય દ્વારા ત્રણ દિવસના થાઈ પોંગલ ફેસ્ટિવલ દરમ્યાન ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે આ અટૅક કરવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)
સિડની : ઑસ્ટ્રેલિયામાં વધુ એક વખત ખાલિસ્તાની સપોર્ટર્સે એક હિન્દુ મંદિરને ટાર્ગેટ કર્યું છે.
અહીં વિક્ટોરિયા સ્ટેટમાં એક મંદિરમાં ખાલિસ્તાની સપોર્ટર્સે તોડફોડ કરી છે. એટલું જ નહીં, મંદિરમાં ભારતવિરોધી લખાણ પણ લખવામાં આવ્યું છે. નોંધપાત્ર છે કે અઠવાડિયામાં બીજી વખત એમ બન્યું છે.
ADVERTISEMENT
સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર સોમવારે વિક્ટોરિયાના કૅરમ ડાઉન્સમાં ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. અહીં તામિલ હિન્દુ સમુદાય દ્વારા ત્રણ દિવસના થાઈ પોંગલ ફેસ્ટિવલ દરમ્યાન ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે આ અટૅક કરવામાં આવ્યો હતો.
આ પહેલાં ૧૨ જાન્યુઆરીએ મેલબર્નમાં સ્વામીનારાયણ મંદિરને અસામાજિક તત્ત્વોએ ટાર્ગેટ કર્યું હતું. એ સમયે પણ મંદિર પર ભારતવિરોધી લખાણ લખવામાં આવ્યું હતું.