અમેરિકાના વિરોધ પ્રક્ષના નેતા રો ખન્નાએ ઉઠાવ્યો સવાલ
રો ખન્ના
અમેરિકાના ડેમોક્રેટ રો ખન્નાએ ડોનલ્ડ ટ્રમ્પના લશ્કરી હુમલાની ટીકા કરીને સવાલ કર્યો હતો કે પુતિન જો ઝેલેન્સ્કીને પકડી લે તો શું થશે? રો ખન્નાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું કે ‘ડોનલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં શાસન-પરિવર્તન લાવવા માટે પસંદગીના યુદ્ધની શરૂઆત કરીને પોતાના મેક અમેરિકા ગ્રેટ અગેન (MAGA) મિશન સાથે દગો કર્યો છે. આપણે ઇરાક, અફઘાનિસ્તાન અને લિબિયામાં મૂર્ખ યુદ્ધો સામે મતદાન કરતા રહીએ છીએ, પરંતુ આપણા પ્રેસિડન્ટો લશ્કરીવાદ પ્રત્યે પ્રતિબદ્ધ વિદેશનીતિના બ્લૉક સામે ઝૂકી રહ્યા છે. તેઓ આપણને વિદેશમાં સંઘર્ષમાં ફસાવે છે, જ્યારે ઘરે અમેરિકનો માટે સારી નોકરીઓનો અભાવ અને ઊંચા ખર્ચને અવગણે છે. જો શી જિનપિંગ તાઇવાનના લાઇને પકડવા માગે અથવા પુતિન યુક્રેનમાં ઝેલેન્સ્કીનો કબજો કરવાનો પ્રયાસ કરે તો આપણે હવે શું કહીશું? આપણને એવા રાજકારણીઓની જરૂર છે જે વૉશિંગ્ટન અને આપણા સ્થાપકોની સલાહને ધ્યાનમાં લે અને આપણા લોકો માટે નોકરીઓ, આરોગ્યસંભાળ, બાળસંભાળ અને શિક્ષણમાં રોકાણ કરે. વધારાવાળા સંરક્ષણ બજેટ અને યુદ્ધની વૃત્તિ સામે ઊભા રહેવા માટે અમેરિકન લોકોએ હવે આંદોલન કરવાં પડે એવો આ સમય છે. આપણને એવા રાજકારણીઓની જરૂર છે જે વૉશિંગ્ટન અને આપણા સ્થાપકોની સલાહને ધ્યાનમાં લે અને આપણા લોકો માટે નોકરીઓ, આરોગ્યસંભાળ, બાળસંભાળ અને શિક્ષણમાં રોકાણ કરે.’


