ગેરકાનૂની રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મફત ટિકિટ સાથે બે લાખનું બોનસ આપવાની જાહેરાત
પોસ્ટર
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી દ્વારા ગેરકાયદે રીતે રહેતા ભારતીયોને સ્વેચ્છાએ અમેરિકા છોડવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક પોસ્ટર બહાર પડાયું છે જે વિવાદાસ્પદ બની ગયું છે.
આ પોસ્ટર પર ભારતના વિશ્વપ્રસિદ્ધ પ્રતીક તાજમહલની તસવીર મૂકવામાં આવી છે અને એના પર મોટા અક્ષરે ‘ફ્લાય ટુ ઇન્ડિયા ફૉર ફ્રી’ એટલે કે મફતમાં ભારત પાછા જાઓ એવું લખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ ઉપરાંત અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકો CBP Home નામની મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા સ્વૈચ્છિક દેશનિકાલ એટલે કે સેલ્ફ-ડિપૉર્ટેશન માટે નોંધણી કરી શકે છે એમ પણ જણાવાયું છે.
ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીના દાવા પ્રમાણે આ એક એવી તક છે જ્યાં લોકોને કોઈ પણ પ્રકારના ખર્ચ વગર પોતાના વતન પાછા ફરવાની સુવિધા આપવામાં આવશે.
