ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) એ સોમવારે પુષ્ટિ કરી હતી કે હોર્મુઝના દક્ષિણ સ્ટ્રેટ નજીક સ્થિત MT મૅરીવેક્સ નામના જહાજમાં બપોરે 1:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મંત્રાલય અનુસાર, બોર્ડ પર સવાર તમામ 24 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, ઓમાનના કિનારા નજીક એક તેલ ટૅન્કરમાં આગ લાગી. તેમાં 24 ભારતીય ક્રૂ સભ્યો હતા. પ્રારંભિક અહેવાલોમાં મિસાઇલ હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ ભારત સરકારે જણાવ્યું છે કે ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ છે. ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) એ સોમવારે પુષ્ટિ કરી હતી કે હોર્મુઝના દક્ષિણ સ્ટ્રેટ નજીક સ્થિત MT મૅરીવેક્સ નામના જહાજમાં બપોરે 1:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મંત્રાલય અનુસાર, બોર્ડ પર સવાર તમામ 24 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
સરકાર અને ભારતીય એજન્સીઓ સંપર્કમાં
ADVERTISEMENT
શિપિંગ વિભાગના ડિરેક્ટર ઓપેશ કુમાર શર્માએ આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, " ઉપલબ્ધ માહિતી અનુસાર, તમામ ભારતીય ક્રૂ સભ્યો હાલમાં સુરક્ષિત છે." તેમણે જણાવ્યું હતું કે મંત્રાલય વિદેશ મંત્રાલય, વિદેશમાં ભારતીય મિશન, ભારતીય નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલય સાથે સતત સંકલનમાં છે. શર્માએ ઉમેર્યું હતું કે, "અમે જહાજના માલિકો સાથે સંપર્કમાં છીએ અને કારણ તપાસવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે વિદેશ મંત્રાલય અને ઓમાનમાં ભારતીય મિશન સાથે પણ સંપર્કમાં છીએ." જહાજ પર મિસાઈલ કે કોઈ હુમલો હતો કે નહીં? તે અંગે તેમણે કહ્યું “અમે હાલમાં સંપૂર્ણ અને સચોટ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આગની ઘટના આજે બપોરે 1:30 વાગ્યે બની હતી."
VIDEO | Delhi: Addressing the Inter-Ministerial Briefing on Recent Developments in West Asia, Director in the Ministry of Ports, Shipping and Waterways, Opesh Kumar Sharma said, "There has been a recent report that at around 1:30 pm today, a fire broke out on the vessel MT Merry… pic.twitter.com/fyEoFAVXiQ
— Press Trust of India (@PTI_News) June 8, 2026
બોર્ડ પર કોઈ કાર્ગો નહોતો
મંત્રાલયના જણાવ્યા અનુસાર, તે એક તેલ ટૅન્કર હતું, પરંતુ ઘટના સમયે જહાજમાં કોઈ કાર્ગો નહોતા, તેના પર ફક્ત ભારતીય ક્રૂ મેમ્બર્સ જ સવાર હતા. અગાઉ, ફોરવર્ડ સીમૅન યુનિયન ઑફ ઈન્ડિયા (FSUI) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો હતો કે ઓમાનના દરિયાકાંઠે જહાજ પર સવાર ભારતીય ખલાસીઓએ તાત્કાલિક મદદ માગી હતી. ત્યારબાદ, ઓમાનમાં ભારતીય દૂતાવાસે પુષ્ટિ આપી હતી કે તેણે બોર્ડ પર રહેલા ખલાસીઓ સાથે સીધો સંપર્ક સ્થાપિત કર્યો છે.
પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો
मस्कट का भारतीय दूतावास :
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) June 8, 2026
“मिशन एक जहाज़ से जुड़ी घटना की जांच कर रहा है जिसमें भारतीय नाविक सवार थे।
हम उनके बचाव और सुरक्षा के लिए ओमानी अधिकारियों के संपर्क में हैं।” https://t.co/Ri36MIYLzI
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. બન્ને દેશો વચ્ચે ફરી એકવાર હુમલાઓના અહેવાલોએ પ્રાદેશિક સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટને વૈશ્વિક તેલ અને એલપીજી સપ્લાય માટે એક મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને કારણે, આ માર્ગ પર શિપિંગ પ્રવૃત્તિઓ અને દરિયાઈ સુરક્ષા પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ભારતીય અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ભારતીય ખલાસીઓની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હાલમાં ઘટનાના વાસ્તવિક કારણોની તપાસ ચાલી રહી છે.
