શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રિ પર્વ માટે ૧૯ ફેબ્રુઆરી સુધી ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આજે મહાશિવરાત્રિ છે ત્યારે એની પહેલાં ગુરુગ્રામમાં ગઈ કાલે ભગવાન શિવની વિશાળ મૂર્તિને સ્વચ્છ કરી રહેલા વર્કર્સ. પી.ટી.આઇ.
સોમનાથ ઃ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રિ પર્વ માટે ૧૯ ફેબ્રુઆરી સુધી ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ૪-૦૦ વાગ્યાથી લઈ સતત ૪૨ કલાક ભક્તજનો માટે ખુલ્લું રહેશે, ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાઘ-પૂજન-શોભાયાત્રા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહામૃત્યુંજય યજ્ઞ સોમનાથ મંદિર પ્રાંગણમાં આવેલી યજ્ઞશાળા ખાતે ૧૯ ફેબ્રુઆરી સુધી સવારે ૭-૩૦થી સાંજે ૬-૩૦ દરમ્યાન યોજાશે.