ચાલીમાં રહેતા કિરીટ પરમાર બન્યા અમદાવાદના નવા મેયર
મેયર કિરીટ પરમારને બુકે આપીને શુભેચ્છા આપતા બીજેપીના પદાધિકારી.
ગુજરાતના અમદાવાદ શહેરમાં બીજેપીએ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ગઈ કાલે સાદગીના પર્યાય સમા અને શહેરની વીરા ભગતની ચાલીમાં રહેતા કિરીટ પરમાર સ્માર્ટ સિટી અમદાવાદના નવા મેયર બન્યા છે.
વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય રહેલા કિરીટ પરમાર અપરિણીત છે અને તેમને ક્રિકેટનો શોખ છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી વીરા ભગતની ચાલીમાં ભાડાના મકાનમાં તેઓ રહે છે અને આ છાપરાવાળા મકાનમાં રહીને મેયર તરીકેની કામગીરી સંભાળશે. કિરીટ પરમારે કહ્યું હતું કે ‘હું ગ્રાઉન્ડ લેવલનો કાર્યકર છું અને ટીમ સાથે મળીને શહેરના વિકાસ માટે કાર્યો કરીશું.’
ADVERTISEMENT
અમદાવાદનાં ડે. મેયર તરીકે ગીતા પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન તરીકે હિતેશ બારોટ, પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટ અને દંડક તરીકે અરુણસિંહ રાજપૂતની પસંદગી કરી હતી.