Gujarat: સૂરતમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો વધુ
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
ગુજરાતના સૂરતમાં શનિવારે 3.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપીય અનુસંધાન સંસ્થાને (ISR)એ આ માહિતી આફી. ભૂકંપમાં કોઇપણ પ્રકારના જાનમાલનું નુકસાન થયું નથી. સંસ્થાને જણાવ્યું કે ભૂકંપ સવાર લગભગ ચાર વાગીને 35 મિનિટે આવ્યો અને આનું કેન્દ્ર દક્ષિણ ગુજરાતમાં સૂરતથી 29 કિલોમીટર ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતું.
જિલ્લા પ્રશાસને જણાવ્યું કે ભૂકંપને કારણે જાનમાલનું કોઇ નુકસાન થયું નથી. આઇએસઆરે જણાવ્યું કે ભૂકંપ 15 કિલોમીટરની ઊંડાઇ પર હતું અને આ આંચકા સૂરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા.
ADVERTISEMENT
જણાવવાનું કે છેલ્લે સાત નવેમ્બર 2020ના રોજ પણ સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભરૂચ નજીક આવેલા વાલિયા તાલુકાના ધારોલીમાં ભૂકંપનું એપી સેન્ટર છે. ભૂકંપની તીવ્રતાં 4.4 મેગ્નિટ્યુડ હોવાનું જાણવા મળ્યું હતું. ભરૂચથી ભૂકંપનું એપી સેન્ટર 36 કિલોમીટર દૂર આવેલું છે. ભરૂચ આસપાસના વિસ્તારના લોકોએ 3 સેકન્ડ જેટલો ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો.
સુરત શહેરમાં ભૂકંપના આંચકાનો અનુભવ લોકોને થયો હતો. બપોર બાદ 3.40 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યાં હતાં. 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ સુરત સહિતના આસપાસના વિસ્તારોમાં થયો હતો. શહેરના અડાજણથી લઈને તમામ વિસ્તારોમાં ભૂંકપની અસર લોકોમાં દેખાઈ હતી. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.
અહેવાલ મુજબ, ઊંચી ઈમારતોમાં રહેતા લોકોને ભૂકંપની અસર વધારે વર્તાઈ હતી. લગભગ સાતમાં આઠમાં માળે રહેતા લોકોને ચારેક સેકન્ડ કરતાં વધુ ભૂકંપના આંચકાનો અનુભવ કરવો પડ્યો હતો. જેથી લોકોમાં ડર ફેલાઈ જતાં ઊંચી ઈમારતોમાં રહેતા લોકો નીચે દોડી આવ્યાં હતાં. જો કે ભૂંકપના આંચકો સામાન્ય હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

