દાંડીયાત્રાનું બારેજામાં બાળ ગાંધીજીઓએ કર્યું સ્વાગત
બારેજામાં દાંડીયાત્રા આવી પહોંચતા ગાંધીજીની વેશભૂષામાં ઉપસ્થિત રહેલાં ગામની શાળાનાં બાળકોએ યાત્રીઓનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કર્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે અમદાવાદથી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી દાંડીયાત્રા ગઈ કાલે બારેજા આવી પહોંચી હતી જ્યાં ગાંધીબાપુની વેશભૂષામાં ઉપસ્થિત રહેલાં બાળકોએ દાંડીયાત્રાનું સ્વાગત કર્યું હતું.
સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડીયાત્રાએ અમદાવાદ જિલ્લાના અસલાલીમાં રાત્રી રોકાણ કર્યું હતું. ગઈ કાલે આ દાંડીયાત્રાએ આગળ પ્રસ્થાન કર્યું હતું અને બારેજા આવી હતી. આ યાત્રામાં કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન રાજ્ય પ્રધાન પ્રહલાદ સિંહ પટેલ, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, અધિક નિવાસી કલેક્ટર હર્ષદ વોરા સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.
ADVERTISEMENT
બારેજામાં દાંડીયાત્રા આવી પહોંચતા ગાંધીજીની વેશભૂષામાં ઉપસ્થિત રહેલાં ગામની શાળાનાં બાળકોએ યાત્રીઓનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કર્યું હતું.