વ્યસ્તતાના આ યુગમાં કોઈની પાસે એકબીજાને રૂબરૂ મળવાનો સમય નથી ત્યારે સોશિયલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મ એવાં ઉપકારક સાબિત થાય છે કે જેમાં સભ્યો પોતપોતાની અનુકૂળતાએ વિશ્વભરમાંથી ગમે ત્યાંથી જોડાઈને સંવાદ સાધી શકે છે. 2014 ની ચોથી ઓગસ્ટથી આવું જ એક વોટ્સેપ ગૃપ "ગમે, તે ગઝલ" નામથી કાર્યરત છે જેમાં 66 જેટલાં સભ્યો ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, પાલનપુર થી લઈને અમેરિકા સુધીના અત્યંત આત્મીયતાથી અને શિસ્તબદ્ધ રીતે ગુજરાતી સાહિત્ય - મુખ્યત્વે પદ્ય અને તેમાંય ખાસ કરીને ગઝલ રચનાઓ માણે છે. ગૃપના સર્જકો અને ભાવકો દ્વારા જે તે વિષયને અનુરૂપ રજૂ થતી રચનાઓ સાહિત્યપ્રેમીઓ માટે એક અણમોલ ખજાનો બની રહે છે. દરરોજ વોટ્સેપ ગૃપ દ્વારા મળતાં સભ્યો દર વર્ષે એકાદ વાર પરિવાર સહિત રૂબરૂ મળીને શબ્દોત્સવ પણ ઉજવે છે અને એમ કરીને એકબીજાની વધુ નજીક આવે છે. આ "ગમે, તે ગઝલ" ગૃપનું સંચાલન ગાંધીનગર નિવાસી ડૉ. મુકેશ જોષી દ્વારા કરવામાં આવે છે. ડૉ. મુકેશ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં IIT, મુંબઈથી પી. એચ. ડી. ની પદવી મેળવી છે. આવો આ ગ્રૂપના કેટલાક કવિ મિત્રોની પિતા વિશેની લાગણીસભર કવિતાઓ માણીએ.
16 June, 2023 01:51 IST | Mumbai | Dharmik Parmar