ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
જો તમને કોઈ જૂની બીમારી હોય તો તમે તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખો. જે લોકો નવા ઘર, નવા શહેર કે નવા દેશમાં જવા માગે છે તેમને માટે સારો સમય છે. નાણાકીય બાબતો પર પ્રાથમિકતા હોઈ શકે છે, પણ જટિલ રોકાણોમાં નહીં પડવાની કાળજી રાખજો.
એરિઝ શેડો સાઇડ
એરિઝ ખૂબ ગુસ્સે થઈ શકે છે અને શારીરિક હિંસા પણ કરી શકે છે. તેઓ સતત શારીરિક પડકારો શોધતા હોય છે, આથી તેઓ એક્સ્ટ્રીમ ગેમ્સ રમે છે કે બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરે છે તેઓ અન્યને નુકસાન પહોંચાડી શકે છે. એક અસુરક્ષિત એરિયન બધું જ વ્યક્તિગત રીતે લેતો હોય છે. આને કારણે તેમની સામે વ્યક્તિગત અને પ્રોફેશનલ સંબંધોમાં બિનજરૂરી પડકાર ઊભા થાય છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિની સામે જતાં પહેલાં એ નક્કી કરો કે તમે એ કેવી રીતે હૅન્ડલ કરશો. નાણાકીય બાબતે સચેત રહો અને જોખમ લેવાનું ટાળો.
સંબંધ ટિપ : પોતાની જાત પર કાબૂ રાખી શકતા હોય એવા લોકો સાથે દલીલ કરવાનું ટાળો. ગમે તેવા મિત્રો સાથે સમય પસાર કરવાને બદલે મહત્ત્વપૂર્ણ હોય એવા લોકો માટે સમય કાઢો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
ભલે તમે રાહ જોવાનું પસંદ કરો તો પણ કોઈક એવી પરિસ્થિતિ ઊભી થાય જેમાં તાત્કાલિક પગલાં લેવાની જરૂર પડી શકે છે. હૃદય ખુલ્લું રાખો, ડરને તમારા પર હાવી ન થવા દો.
સંબંધ ટિપ : જો મિત્રતા કે સંબંધને તમારી પાસેથી થોડી વધારે પ્રયાસની જરૂર હોય તો એના માટે જરૂરી પ્રયત્નો કરવા તૌયાર રહો. તમારી સામેના વિકલ્પો સમજ્યા બાદ નિર્ણય લેજો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈ પણ કાનૂની મુદ્દાને કાળજી અને વાસ્તવિક દૃષ્ટિકોણથી ઉકેલવાની જરૂર છે. હૃદય અને હાઈ બ્લડપ્રેશર ધરાવતા લોકોએ પોતાની વધારે કાળજી લેવાની જરૂર છે.
સંબંધ ટિપ : વાતચીત સ્પષ્ટ અને સરળ રાખો, કોઈ પણ મુદ્દાને વધારે જટિલ ન બનાવશો. જેઓ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે અથવા લગ્ન કર્યાં છે એવા લોકો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા વિચારી શકે છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
કોઈ પણ તણાવપૂર્ણ સ્થિતિ તમે ધારશો એટલી ખરાબ ન પણ હોય. ખરાબ પરિસ્થિતિ ઊભી થાય એવું કરવાનું ટાળો. સોશ્યલ મીડિયા પાછળ ઓછો સમય ફાળવો.
સંબંધ ટિપ : સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો, બીજાના અનુભવ અને મંતવ્યને બદલે પોતે નિર્ણય લો. પરિવારમાં સિનિયર વ્યક્તિ માટે થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કોઈ પણ તણાવભરી સ્થિતિ હળવી થવી જરૂરી છે, એ પછી તમે આ બાબતને અસરકારક રીતે સંભાળી શકશો. પોતાનો વ્યવસાય ધરાવતા લોકો માટે આ સકારાત્મક સમય છે.
સંબંધ ટિપ : ભાવનાત્મક પરિસ્થિતિમાં તમે શું કહો છો એના વિશે વધારે કાળજી રાખો. જેઓ પ્રતિબદ્ધ સંબંધમાં છે તેઓ સંબંધને આગલા સ્તરે લઈ જઈ શકે છે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પણ બદલાતી પરિસ્થિતિ પર પૂરતું ધ્યાન આપો. તમારા વિકલ્પો પર કાળજીપૂર્વક વિચાર કરો. મુશ્કેલ બૉસ અથવા સિનિયર વ્યક્તિ સાથે ડિપ્લોમૅટિક રીતે વર્તન કરો.
સંબંધ ટિપ : કોઈ પણ જટિલ કૌટુંબિક પરિસ્થિતિમાં ખેંચાઈ જવાનું ટાળો. સિંગલ લોકો પૉઝિટિવ ફેઝમાં છે અને તેઓ નવા લોકોને મળવા વધારાનો પ્રયાસ કરવા માગી શકે છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
કોઈ પણ નવા વ્યવસાય કે રોકાણના વિકલ્પમાં પ્રવેશ કરતાં પહેલાં એ વિશે વધું જાણવાનો પ્રયાસ કરો. ઝડપથી કામ કરવા માટે ઉતાવળ કરશો નહીં.
સંબંધ ટિપ : ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા લોકોએ કોઈ પણ ઉગ્ર નિર્ણય લેતાં પહેલાં વિચાર કરવો જોઈએ. મિત્રતા અને સંબંધોને સુમેળ બનાવવા માટે જરૂરી પ્રયાસ માટે તૈયાર રહો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જ્યારે તમને જરૂર હોય ત્યારે તમારા માટે પણ ઊભા રહો, પણ ગુસ્સાને કાબૂમાં રાખો. પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે યોગ્ય રીતે જવાબ આપો. જેના પર વિશ્વાસ કરો છો તેની સલાહ પર ધ્યાન આપો.
સંબંધ ટિપ : જો લોકો વિશે તમે ગપસપ કે માઇન્ડ ગેમ્સ રમો છો તો તેમના વિશે તમે શું કહો છો એ વિશે સાવચેત રહો. જ્યાં સુધી પરિસ્થિતિ તમને અસર ન કરે ત્યાં સુધી તમારા અભિપ્રાયને તમારી પાસે રાખો
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
જે લોકો પાસે અનેક પ્રોજેક્ટ છે અને કામ વધારે છે તેમણે સમયનું સંચાલન કરવાની જરૂર છે. વ્યસ્તતા વચ્ચે પણ આધ્યાત્મિક બાબતો માટે સમય કાઢો.
સંબંધ ટિપ : કોઈ પણ સંબંધ પડકારોને અવગણવાથી જે મોટી સમસ્યાનું કારણ બની શકે છે એ તેમને દૂર નહીં કરે. જો તમે ખરેખર પાળવાનો ઇરાદો ધરાવો છો તો જ વચન આપો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
બૉસ અને સત્તામાં રહેલા લોકો સાથે વ્યવહારુ અભિગમ ધરાવીને વ્યવહાર કરવો જરૂરી છે. બોલતાં પહેલાં વિચાર કરજો, સંગઠનાત્મક પ્રોટોકૉલનું પાલન કરો અને સ્વાસ્થ્ય સંબંધી ધ્યાન આપો.
સંબંધ ટિપ : લોકોની જાણવાની જરૂરિયાતના આધારે માહિતી આપો, શક્ય હોય તો વ્યક્તિગત બાબતો વિશે વાત કરવાનું ટાળો. જો પાળી શકતા હો તો જ કમિટમેન્ટ આપો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
વધારે પડતા ભાવનાત્મક હો ત્યારે આવેગમાં આવીને નિર્ણય લેવાનો પ્રયાસ ન કરો. તમારી પાસે સમય ઓછો હોય અને કામ વધારે હોય તો ટાઇમ મૅનેજમેન્ટ અને શિસ્તપાલન જરૂરી છે.
સંબંધ ટિપ : જાતે પસંદગી કરો, કૌટુંબિક ગપસપ ગ્રુપોમાં થતી ચૅટ પર ધ્યાન ન આપો. તમારી સામે પડકાર હોય તો એનો વાસ્તવિક ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જે લોકો પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેમણે સમજદારીપૂર્વક સંભાળવાની જરૂર છે. તમને જરૂર હોય તો લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને કઠોર નિર્ણયો લેવાનું પસંદ કરો.
સબંધ ટિપ : જેના પર વધારે ધ્યાન આપવાની જરૂર હોય એવા પરિવારના મેમ્બર માટે વધારે સમય ફાળવો. લોકોને તમારા દૃષ્ટિકોણથી સમજવાની જરૂરિયાત છોડી દો.

