Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > જૉબ્ઝ અને કરિયર > UIIC Recruitment 2024: સરકારી ઇન્શ્યોરેન્સ કંપનીમાં મેળવો નોકરી, આજે જ કરો અરજી

UIIC Recruitment 2024: સરકારી ઇન્શ્યોરેન્સ કંપનીમાં મેળવો નોકરી, આજે જ કરો અરજી

Published : 08 January, 2024 01:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

UIIC Recruitment 2024: યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (UIIC) દ્વારા સહાયકની પોસ્ટ માટે આવેદન પત્ર મંગાવવામાં આવ્યા છે.

નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર

Job Recruitment

નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. અરજી કરવાની છેલ્લી તારીખ 8 જાન્યુઆરી છે
  2. ઉમેદવાર કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ
  3. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ

UIIC Recruitment 2024: સરકારી નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ફરી એક સારી તક ઉપલબ્ધ થઈ છે. યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (UIIC) દ્વારા સહાયકની પોસ્ટ માટે આવેદન પત્ર મંગાવવામાં આવ્યા છે. 


આવેદન કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે...
 
અગાઉ સહાયકની ભરતી (UIIC Recruitment 2024) માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી પરંતુ મળતી માહિતી મુજબ 8 જાન્યુઆરીએ સહાયકની પોસ્ટ માટે ઓનલાઈન ભરતી અરજી વિન્ડો બંધ કરી દેવામાં આવનાર છે. આ માટે જ ઉમેદવારો આ પદ માટે જો અરજી કરવા માંગે છે તો તેઓએ સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. 



UIICમાં સહાયક પદ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ?


UIIC Recruitment 2024 : જો તમારે આ પોસ્ટ માટે અરજી કરવાની ઈચ્છા છે તો ઉમેદવારે સૌ પ્રથમ શૈક્ષણિક લાયકાત માપદંડો પર નજર કરવી જોઈએ. ઉમેદવાર કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ. તેમજ પ્રાદેશિક ભાષા સારી રીતે વાંચતા, લખતા અને બોલતા આવડવું જોઈએ.

કેટલી જગ્યાઓ ભરવામાં આવશે?


યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (UIIC Recruitment 2024)માં સહાયકના પદ માટે કુલ 300 જગ્યાઓ ભરવામાં આવનાર છે.આ જગ્યાઓ માટે ઉમેદવારે બધા નિયમો વાંચી વહેલી તકે અરજી કરવી જોઈએ. 

અરજી કરવા માટે આ સ્ટેપ ફોલો કરો

સૌ પ્રથમ તો ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ uiic.co.in પર જવાનું રહેશે. ત્યારબાદ હોમપેજ પર સહાયક ભરતી લિંક મૂકવામાં આવી છે ત્યાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ નોંધણી કરવાની અને એપ્લિકેશન પ્રક્રિયા સાથે આગળ વધવાનું રહેશે. આટલું થયા બાદ ફોર્મ ભરીને ફી આપીને સબમિટ કરવી. ત્યારબાદ ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ લેવાની રહેશે. 

UIIC સહાયક ભરતી 2024 માટે શું છે પગાર ધોરણ? 

જો આ પોસ્ટ માટે પગાર ધોરણની વાત કરવામાં આવે તો શરૂઆતમાં મેટ્રો સિટીમાં પગાર લગભગ 37000 રૂપિયા પ્રતિ માસ હશે. પોસ્ટિંગના સ્થળ અનુસાર ભથ્થામાં તફાવત થઈ શકે છે. જેના કારણે પગારમાં પણ તફાવત આવશે. આ નોકરીમાં ભથ્થા ઉપરાંત ઘણી સુવિધાઓ પણ આપવામાં આવશે. 

UIIC સહાયક ભરતી 2024 માટે કેટલી હોવી જોઈએ વય મર્યાદા?

આ પોસ્ટ (UIIC Recruitment 2024) માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

UIIC સહાયક ભરતી 2024 માટે અપલાય કરવા માટે કેટલી અરજી ફી ચૂકવવી પડશે?

SC/ST/PWBD, કંપનીના કાયમી કર્મચારીઓ સિવાય અરજી કરનારા તમામ ઉમેદવારોએ ₹1000 + GSTની ફી ચૂકવવાની રહેશે. તેમ જ SC/ST/PWBD, કંપનીના કાયમી કર્મચારીઓએ ₹250 + GSTની ફી ચૂકવવી પડશે. આ ભરતી અભિયાન દ્વારા યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં સહાયકની કુલ 300 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2024 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK