Bandish Bandits: આ સીઝન સ્ટોરીમાં ટ્રેડિશનલ ઇંડિયન ક્લાસિકલ મ્યુઝિક તેમંજ મોડર્ન પૉપ કલ્ચર વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે.
‘બંદિશ બેન્ડિટ્સ`
‘બંદિશ બેન્ડિટ્સ` ની બીજી સીઝન (Bandish Bandits) આ ડિસેમ્બરે પ્રાઇમ વિડીયોમાં સ્ટ્રીમ થવા જઈ રહી છે ત્યારે આજે આ બીજા સીઝન અગાઉ તમને પહેલા સીઝનની મુખ્ય બાબતો જણાવીએ છીએ.
દોસ્તો, પ્રાઇમ વિડીયોનો જાણીતો શૉ ‘બંદિશ બેન્ડિટ્સ’ નવા સીઝન સાથે ડિસેમ્બરમાં ફરીથી ફેન્સને પ્રભાવિત કરશે! જેમ કે આ સીરિઝ તેના બીજા સીઝન તરફ આગળ વધી રહી છે, તો ચાલો આપણે તમને પહેલા સીઝનના તે ખાસ ક્ષણો અને પાસાંઓ સાથે અવગત કરાવીએ.
ADVERTISEMENT
પહેલી સીઝનમાં શું હતું ખાસ? કે જેને લીધે તે થઈ પોપ્યુલર
સૌ પ્રથમ તો આવે છે તેની (Bandish Bandits) ઉત્તમ કાસ્ટિંગ. ભારતના કેટલાક શ્રેષ્ઠ કલાકારોથી શોભિત આ સિરીઝના પહેલા સીઝનની કાસ્ટિંગ જબરદસ્ત હતી. લીડ અભિનેતા રિત્વિક ભૌમિક (રાધે) અને શ્રેયા ચૌધરી (તમન્ના)ને તેમની શ્રેષ્ઠ કેમિસ્ટ્રી અને ઉત્તમ અભિનય માટે લોકોએ દાદ આપી. આ સાથે જ આ સીઝનમાં નસીરુદ્દીન શાહ, શીબા ચઢ્ઢા, રાજેશ તલ્યાંગ અને અતુલ કુલકર્ણી જેવા કલાકારો પણ સામેલ થયા હતા. જેઓએ તેમની પ્રભાવશાળી ભૂમિકા દ્વારા સિરીઝને ઊંચાઈ બક્ષી હતી.
આ તો થઈ કાસ્ટિંગની વાત. પરંતુ ‘બંદિશ બેન્ડિટ્સ` માં રાજસ્થાનની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને સુંદર દ્રશ્યાંકિત કરવામાં આવ્યો છે. આ સીઝનમાં ન માંત્ર શાસ્ત્રીય સંગીત, પરિવારની અપેક્ષાઓ અને વ્યકિતગત મહત્ત્વાકાંક્ષાઓની જટિલતાઓ પરંતુ તેના ભાવ પણ દર્શકો સામે રજૂ કરવામાં આવ્યા હતા. જેને કારણે તે દર્શકોના દિલ સુધી પહોંચી શકી.
સાઉન્ડ ટ્રેક પણ પહેલી સીઝનનું એક જમા પાસું છે. મ્યુઝિક પર આધારીત પહેલી ભારતીય સિરીઝ હોઈ આ શોમાં ભારતીય શાસ્ત્રીય સંગીત પર ખૂબ જ બારીકાઈથી ધ્યાન આપવામાં આવ્યું હતું. જે થકી તેના દર્શકોને આ આ કલાના રૂપને માણવાની તક પૂરી પડી.
આ સીઝન (Bandish Bandits)ના સાઉન્ડટ્રેકને ખૂબ જ આદર અને પ્રશંસા મળી છે. ખાસ કરીને "સાજન બિન," "છેદખાનિયા," અને "લબ પર આએ" જેવા સોન્ગ માટે ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. આ ગીતોમાં શાસ્ત્રીય અને આધુનિક સંગીતનો સુંદર વિનિયોગ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રીય સંગીતના પરફોર્મન્સ અને શાહી અંદાજ દર્શાવતાં આ દ્રશ્યોને કારણે આ સિરીઝ ખૂબ જ લોકપ્રિય બની રહી.
મિત્રો, આવો તમને એ વિષે જરા વિગતે જણાવીએ. આ સીઝન (Bandish Bandits) સ્ટોરીમાં ટ્રેડિશનલ ઇંડિયન ક્લાસિકલ મ્યુઝિક તેમંજ મોડર્ન પૉપ કલ્ચર વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે, જે દર્શકોને એક જૂના સાંસ્કૃતિક મુદ્દા પર નવા દ્રષ્ટિકોણથી જોડવામાં મદદ કરે છે. આ જ કારણે તે લોકપ્રિય બની શકી. પ્રતિભાશાળી શાસ્ત્રીય સંગીતકાર રાધે અને એક યુવા પોપ સ્ટાર તમન્ના વચ્ચેનો રોમાન્સ રોમાંચક અને રસપ્રદ રીતે દર્શાવાયો છે. આ શૉમાં રોમાન્સ, ડ્રામા અને સંગીતને એક સાથે રજૂ કરીને વિવિધ પ્રકારના દર્શકો સાથે આ શૉને જોડવામાં આવ્યો છે.
હવે આની સેકન્ડ સીઝન (Bandish Bandits)માં દર્શકોને રાધે અને તમન્નાની કહાનીની ભાવનાત્મક સફર જોવા મળવાની છે. રાધેને સંગીત સમ્રાટનો તાજ પહેરાવવામાં આવ્યો છે, અને તમન્ના હવે એક કલાકાર તરીકે આગળ આવી રહી છે.