Mirzapur 2 ટ્રેલર: ભાઈ બબલુ અને પત્ની સ્વીટીના મૃત્યુનો બદલો લેશે ગુડ્ડ
મિર્ઝાપુર સીઝન 2ના ટ્રેલરનું એક દ્રશ્ય
એમેઝોન પ્રાઈમ વીડિયોની સૌથી લોકપ્રિય વૅબસિરીઝ 'મિરઝાપુર' (Mirzapur)ની સીઝન 2ની દર્શકો મિરઝાપુર સિઝન 1 બાદ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે કારણકે સીઝન 2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પણ સાથે જ તેમની ઉત્સુકતા અને ઉત્સાહ સીઝન 2 માટે વધી ગઈ છે. ધમાકેદાર ટ્રેલર પરથી ખબર પડે છે કે, સીઝન 2માં ગુડ્ડુ ભૈયા ઉર્ફે અલી ફઝલની શાનદાર કમબેક અને બદલાની સ્ટોરી દેખાશે. આ સીઝનમાં ગુડ્ડુ પત્ની સ્વીટી અને ભાઈ બબલુના મૃત્યુનો બદલો અને મિર્ઝાપુર બન્ને લેવાની તૈયારીમાં છે. સીઝન 2નું સ્ટ્રીમિંગ 23 ઓક્ટોબરે થશે.
મિરઝાપુર સિઝન 1ના છેલ્લા એપિસોડમાં દેખાડવામાં આવ્યું હતું કે, કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી)ના દીકરા મુન્ના ભૈયા (દિવ્યેન્દુ શર્મા)એ બદલાની ભાવનાથી ગુડ્ડુના ભાઈ બબલુ (વિક્રાંત મેસ્સી) અને પત્ની (સ્વીટી)નું નિર્દયતાથી મર્ડર કરી દે છે. આ મોટા આઘાત બાદ બીજી સીઝનમાં ગુડ્ડુ ભૈયાનું ધમાકેદાર કમબેક દેખાડવામાં આવશે. ગુડ્ડુથી બચવાની સાથે મુન્ના પોતાના પિતાની જગ્યા પણ મેળવવા ઈચ્છે છે જેના માટે તે દરેક બનતા પ્રયાસ કરશે તેવું દેખાડવામાં આવશે.
ADVERTISEMENT
કાલીન ભૈયા ઉર્ફ પંકજ ત્રિપાઠી હાલ મિર્ઝાપુરના રાજા બન્યા છે પરંતુ આ ખુરશીના પહેલા દાવેદાર છે ખુદ તેમના દીકરા મુન્ના. બીજા દાવેદાર ગુડ્ડુ અને ગોલુ જે આ વખતે માત્ર બદલો નહીં પરંતુ આખેઆખું મિર્ઝાપુર લેવા ઈચ્છે છે. તેમના સિવાય રતિ શંકર શુક્લા જેને ગુડ્ડુએ જૌનપુરમાં ઘૂસીને માર્યા હતા તેનો દીકરો શરદ પણ ખુરશી મેળવવા ઈચ્છે છે.
જોકે, વિક્રાંત મેસ્સી અને શ્રિયા પિલગાંવકરની ખોટ આ સીઝનમાં ફૅન્સને જરૂર ખટકશે જેની ભરપાઈ માટે અમુક નવા રોલ્સ ઉમેરવામાં આવ્યા છે. આ નવા ચહેરામાં વિજય વર્મા, પ્રિયાંશુ પેનયુલિ અને ઈશા તલવાર સામેલ છે. આ સાથે પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, દિવ્યેન્દુ શર્મા, રસિકા દુગ્ગલ, હર્ષિતા શેખર, અમિત સિયાલ, અંજુમ શર્મા, શિબા ચઢ્ઢા, રાજેશ તૈલન્ગ અને મનુ ઋષિ ચઢ્ઢા પણ સીઝનમાં મહત્ત્વના રોલમાં છે.

