હવે ગઈ કાલે મનોજ બાજપાઈએ જાહેર કર્યું હતું કે એની ત્રીજી સીઝનનું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
OTT એટલે કે ઓવર ધ ટૉપ પ્લૅટફૉર્મના નાના પડદે મનોજ બાજપાઈને મોટી સફળતા અપાવવામાં વેબ-સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’નો મોટો ફાળો છે. આ સિરીઝની બે સીઝન આવી ચૂકી છે અને હવે ગઈ કાલે મનોજ બાજપાઈએ જાહેર કર્યું હતું કે એની ત્રીજી સીઝનનું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે. આ સિરીઝમાં મનોજ બાજપાઈ સરકારી ઇન્વેસ્ટિગેશન એજન્સીના ઇન્ટેલિજન્સ ઑફિસરના રોલમાં છે અને તેને દેશના દુશ્મનોનો ખાતમો બોલાવતો દેખાડવામાં આવે છે. આ સિરીઝમાં તેની પત્નીના રોલમાં પ્રિયામણિ છે.