ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહેલી ‘પંચાયત’ની ત્રીજી સીઝનમાં તેણે ભૂષણનું પાત્ર ભજવ્યું છે
દુર્ગેશ કુમાર
‘પંચાયત’માં કામ કરનાર દુર્ગેશ કુમારે પૈસા માટે સૉફ્ટ પૉર્ન ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહેલી ‘પંચાયત’ની ત્રીજી સીઝનમાં તેણે ભૂષણનું પાત્ર ભજવ્યું છે જેને બનરાકસ તરીકે પણ શોમાં ઓળખવામાં આવે છે. આ શોમાં તે ‘દેખા બિનોદ...’ ડાયલૉગ બોલતો જોવા મળે છે. આ વિશે વાત કરતાં દુર્ગેશ કુમાર કહે છે, ‘કાસ્ટિંગ ડિરેક્ટર મારી ટૅલન્ટનાં વખાણ તો કરતા હતા, પરંતુ ઑડિશન્સમાં મજા ન આવી એમ કહીને મને કામ નહોતા આપતા. પૈસા માટે મારે સૉફ્ટ પૉર્ન ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું. હું ઍક્ટિંગ વગર જીવી શકું એમ નથી. આથી મને જે કામ મળ્યું મેં એ કર્યું, કારણ કે મને મારી ક્ષમતા પર પૂરો ભરોસો હતો. મારી ૧૧ વર્ષની કરીઅરમાં હું બે વાર ડિપ્રેશનમાં આવી ગયો હતો. કોઈ પણ વ્યક્તિ સાઇકોલૉજિકલી, ઇકૉનૉમિકલી અને મેન્ટલી સ્વસ્થ ન હોય ત્યાં સુધી તેણે ઍક્ટિંગના ફીલ્ડમાં ન આવવું જોઈએ. હું આ વિશે ખૂબ પ્રામાણિકતાથી કહી રહ્યો છું. મનોજ બાજપાઈ, પકંજ ત્રિપાઠી કે નવાઝુદ્દીન સિદ્દીકી જેવા સફળ લોકોને તમે જુઓ છો તેઓ મારા નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના સિનિયર છે અને તેઓ દરેક કામને લઈને ક્રેઝી છે માટે સક્સેસ છે.’