Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘હીરામંડી’માં મનીષા કોઈરાલા સાથે `રેપ સીન` શૂટ કરવા અંગે જેસન શાહે જણાવ્યો અનુભવ, કહ્યું...

‘હીરામંડી’માં મનીષા કોઈરાલા સાથે `રેપ સીન` શૂટ કરવા અંગે જેસન શાહે જણાવ્યો અનુભવ, કહ્યું...

Published : 20 May, 2024 12:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Heeramandi: સંજય લીલા ભણસાલીની આ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે.

મનીષા કોઈરાલા અને જેસન શાહ

મનીષા કોઈરાલા અને જેસન શાહ


સંજય લીલા ભણસાલીની હાલમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘હીરામંડી’ને (Heeramandi) દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે. ‘હીરામંડી’નો ભવ્ય સેટ અને તેમાં અભિનેત્રોએ પહેરલા કોસ્ટયુમને લીધે આ સિરીઝ ખૂબ જ પ્રખ્યાત બની છે. આ સિરીઝમાં અનેક એવા સીનને જે બાબતે એક્ટર્સે વાત પણ કરી હતી. ‘હીરામંડી’માં બ્રિટિશ ઓફિસર અલેસ્ટર કાર્ટરાઇટનો રોલ ભજવનાર અભિનેતા જેસન શાહે અભિનેત્રી મનીષા કોઈરાલા સાથે કરેલા એક સીનની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ વેબ સિરીઝમાં મનીષાએ શાહી મહેલની ‘મલ્લિકાજાન’નો રોલ ભજવ્યો છે. આ સિરીઝમાં જેસન શાહે મનીષા કોઈરાલા સાથે એક રેપ સીન કર્યો હતો. આ રેપ સીનને જોઈએ દરેક લોકો દંગ રહી ગયા હતા. જે બાબતે હવે જેસન શાહે વાત કરી છે.


હાલમાં જ જેસન શાહે મનીષા કોઈરાલા (Heeramandi) સાથે કરેલા રેપ સીન બાબતે વાત કરી હતી. જેસને કહ્યું કે “મને આ સીન કરવા કંઈ પણ અજુગતું નથી લાગ્યું, કારણ કે રેપ સીન કરનાર હું નહોતો, પરંતુ સિરીઝમાં મારા પાત્રના છોકરાઓએ કર્યો હતો. જેસને કહ્યું “તે સીન મારા માટે બિલકુલ ઈમોશનલ ન હતો. તેમ જ તે કરતી વખતે હું જરાય પણ નીચલી કક્ષાનો હોવાનું અનુભવ્યું ન હતું. હું મલ્લિકાજાનનું મે રેપ કર્યું નહોતું, પરંતુ વેબ સિરીઝના સીન માટે મેં મારા પાત્રના દીકરાઓએ આમ કરવા માટે કહ્યું હતું. આ વિચારને ધ્યાનમાં રાખીને મેં આ સીન પણ શૂટ કર્યો હતો. નહિંતર, જો મેં અન્ય વસ્તુઓ વિશે વિચાર્યું હોત, તો હું કદાચ આવો સીન કરવાથી ડરી ગયો હત અને આ સીન કરી શક્યો ન હત”, એવું તેણે કહ્યું હતું.



જેસનને કહ્યું `ઉસ્તાદ જી` ઉર્ફે ઈન્દ્રેશ મલિક(Heeramandi) સાથે પણ મેં ઈન્ટીમેટ સીન આપ્યા છે. આ અંગે તેણે કહ્યું કે “મને વિશ્વાસ હતો કે આ સીન સ્વચ્છ રીતે શૂટ કરવામાં આવશે. મને સંજય સાહેબ પર પૂરો વિશ્વાસ હતો. તેઓ આ સીનને ખરાબ બાબતે બતાવવા માગતા ન હતા. તેમણે મને કેટલીક બાબતોનું ધ્યાનમાં રાખવા કહ્યું અને બસ પછી મેં સીન માટે ટેક આપ્યો. આ સીન શૂટ કરવામાં હું એક ટકા પણ ખચકાયો નહીં અને આ પહેલા ઈન્દ્રેશ જી અને મેં એકબીજા સાથે વાત કરી હતી. તેઓ એક અદ્ભુત વ્યક્તિ છે, તેમણે મને કંઈપણ બાબતનો અનુભવ કરવા આપ્યો નહીં.


"વેબ સિરીઝમાં દરેક રીતે મારા પાત્રને એક પોલીસ અધિકારી તરીકે બતાવવામાં આવ્યો છે. જે પોતાનું કામ પૂર્ણ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. મેં વેબ સિરીઝમાં પણ આ જ બતાવવાનો પ્રયાસ કર્યો છે." એવું અભિનેત્રી મનીષા કોઈરાલા સાથે રેપ સીન શૂટ કરનાર અભિનેતા જેસન શાહે કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2024 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK