વિક્રમ ભટ્ટની નૅકેડમાં તિથિ રાજ ફાઇનલ
તિથિ રાજ
અગાઉ વિક્રમ ભટ્ટ સાથે ‘અનટચેબલ્સ’ અને ‘હદ’ જેવી વેબ-સિરીઝ કરી ચૂકેલી તિથિ રાજને વિક્રમ ભટ્ટે તેની આગામી સિરીઝ ‘નૅકેડ’ માટે સાઇન કરી છે. ‘નૅકેડ’ એક ક્રાઇમ થ્રિલર છે. આ વેબ-સિરીઝમાં તિથિ પોલીસ-ઑફિસરનું કૅરૅક્ટર કરશે. વિક્રમ ભટ્ટની બન્ને વેબ-સિરીઝ પહેલાં તિથિએ યુટ્યુબ માટે બનેલી અને ખૂબ પોપ્યુલર થયેલી ‘ગર્લ્સ હોટેલ’ નામની વેબ-સિરીઝ પણ કરી હતી.
આ પણ વાંચો : સુદામા-પત્ની સુશીલા બનશે ગુજરાતી શ્રુતિ ગોલપ
ADVERTISEMENT
‘નૅકેડ’ સત્યઘટના પર આધારિત છે. આ વેબ-સિરીઝ વિક્રમ ભટ્ટની બાકીની તમામ વેબ-સિરીઝની જેમ જ સેક્સ્યુઅલ હૅરેસમેન્ટ પર આધારિત છે. તિથિ રાજ ઉપરાંત હજી પણ વેબ-સિરીઝમાં એક લીડ ઍક્ટ્રેસ કાસ્ટ થવાની બાકી છે, જેનું નામ એકાદ વીકમાં અનાઉન્સ થાય એવી શક્યતા છે.