બ્રહ્મ રાક્ષસથી તમારે કાલિંદીને બચાવવી છે?
કાલિંદી
ઝીટીવીએ પોતાના શો સાથે દર્શકોને કનેક્ટ કરવા માટે નવો કન્સેપ્ટ અપનાવ્યો છે. સુપરનૅચરલ શો ‘બ્રહ્મ રાક્ષસ’ની બીજી સીઝન શરૂ થઈ છે જેમાં કાલિંદી (નિક્કી શર્મા) નામની યુવતીની વાત છે. બ્રહ્મ રાક્ષસ (લીનેશ મટ્ટુ) પોતાના અમરત્વ માટે કાલિંદીને શિકાર બનાવવા માગે છે અને અંગદ (પર્લ વી. પુરી) તેને બચાવવા મથે છે. હવે આ જ વાતને લઈને ઝીટીવીએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક ગેમિંગ ફિલ્ટર બનાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક-યુઝર્સ ઝીટીવીએ આપેલી લિન્કમાં જઈને કાલિંદીને બચાવવાનું મિશન પાર પાડે અને વધુ સ્કોર કરે તો તેમને માટે ગિફ્ટ્સ પણ રાખવામાં આવી છે. તમે ડાબે કે જમણે પોતાનું માથું હલાવો તો કાલિંદી એ દિશામાં જાય અને મોઢું ખોલો તો તે કૂદે!
લીડ ઍક્ટ્રેસ નિક્કી શર્મા પણ શૂટ વચ્ચેના બ્રેક દરમ્યાન આ ગેમ રમી લે છે! તે કહે છે, ‘શૂટિંગ દરમ્યાન નાના બ્રેક મળે એમાં હું આ ગેમ રમું છું. આ ગેમના કન્સેપ્ટ માટે હું ઝીટીવીની માર્કેટિંગ ટીમને બિરદાવું છું.’

