શોએ ૬ વર્ષનો લીપ લીધો એ પહેલાં રિયાને દર્શકોએ નેગેટિવ રોલમાં જોઈ હતી
ટીના ફિલિપ
ટીના ફિલિપ હવે ફરી ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળશે. આ શોમાં તે પહેલાં રિયાના પાત્રમાં જોવા મળી હતી અને હવે ફરી તેના પાત્રની એન્ટ્રી થવાની છે. જોકે તે એકદમ નવા પાત્રમાં જોવા મળશે. શોએ ૬ વર્ષનો લીપ લીધો એ પહેલાં રિયાને દર્શકોએ નેગેટિવ રોલમાં જોઈ હતી. તેણે રણબીર અને પ્રાચીને અલગ કરવાના ઘણા પ્રયત્ન કર્યા હતા. તે હવે ફરી રણબીરની લાઇફમાં આવી રહી છે, પરંતુ તેને જોવું ઇન્ટરેસ્ટિંગ હશે. આ વિશે વાત કરતાં ટીનાએ કહ્યું કે ‘શૉર્ટ બ્રેક બાદ ફરી સેટ પર આવવાની મને ખુશી છે. મારી ‘કુમકુમ ભાગ્ય’ ફૅમિલી સાથે શૂટ કરવાને હું મિસ કરી રહી હતી. જોકે રિયા પહેલાં જેવી હતી એવી હવે નથી રહી. તે હવે સારી બની ગઈ છે. અત્યાર સુધી મેં ફક્ત નેગેટિવ પાત્ર ભજવ્યું હતું જે ફક્ત રણબીરને મેળવવા માગતી હોય છે, પરંતુ તેના ઇરાદા સારા નથી. આ જ પાત્રને જુદી રીતે ભજવવાની તક મળવી એ સારી વાત છે. દર્શકો નવા અવતારમાં અને પૉઝિટિવ રિયાને કેવો રિસ્પૉન્સ આપે છે એ જોવું મારા માટે સુપર એક્સાઇટિંગ હશે.’

