સોનુ સૂદ હાલમાં ‘MTV રૉડીઝ’ને હોસ્ટ કરી રહ્યો છે
સોનુ સૂદ
મુંબઈ પોલીસની દરકાર કરતાં સોનુ સૂદે ‘MTV રૉડીઝ’ સાથે મળીને તેમને રેઇનકોટ આપ્યા છે. સોનુ સૂદ હાલમાં ‘MTV રૉડીઝ’ને હોસ્ટ કરી રહ્યો છે. કોરોનાનાં બે વર્ષ દરમ્યાન તેણે કરેલાં માનવતાનાં કાર્યો જગજાહેર છે. આ રેઇનકોટ યશલોક વેલ્ફેર ફાઉન્ડેશને બનાવ્યા છે. આ સંસ્થામાં બેરોજગાર યુવાનો, મહિલાઓ, ગ્રામીણ અને દિવ્યાંગ લોકો કામ કરે છે. એના માધ્યમથી તેમને રોજગાર મળી રહે છે. મુંબઈ પોલીસનાં કાર્યોની પ્રશંસા કરતાં સોનુ સૂદે કહ્યું કે ‘આપણી મુંબઈ પોલીસ માટે મને અતિશય આદર છે અને તેમના પરિશ્રમનો હું આભારી છું. તેઓ આપણા જીવનને સલામત રાખે છે. ‘MTV રૉડીઝ’ દ્વારા આપવામાં આવેલા ૧૦૦૦ રેઇનકોટ તેમની બહાદુરીને સલામી આપવાનો અને તેઓ પોતાની ફરજ સારી રીતે બજાવી શકે એ દિશાનો આ એક પ્રયાસ છે.’

