‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માંથી થોડા સમય પહેલાં શહઝાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખેની હકાલપટ્ટી કરવામાં આવી હતી. મેકર્સના મુજબ તેમનું વર્તન અનપ્રોફેશનલ હતું.
શિલ્પા શિંદે
‘ભાબીજી ઘર પર હૈં!’માં અંગૂરીભાભીના રોલમાં જોવા મળેલી શિલ્પા શિંદે સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશન એટલે કે CINTAA પર રોષે ભરાઈ છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માંથી થોડા સમય પહેલાં શહઝાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખેની હકાલપટ્ટી કરવામાં આવી હતી. મેકર્સના મુજબ તેમનું વર્તન અનપ્રોફેશનલ હતું. CINTAA માફિયાગીરી ચલાવે છે આ સંદર્ભમાં શિલ્પા શિંદેએ કહ્યું છે કે, ‘તમે CINTAAના સદસ્ય એટલા માટે બનો છો જેથી તમે અન્યોને નિયંત્રણમાં રાખી શકો. આર્ટિસ્ટ્સ અસોસિએશન માત્ર આર્ટિસ્ટ્સને જ બૅન કરે છે. તમે કદી સાંભળ્યું કે તેમણે પ્રોડ્યુસરને બૅન કર્યા હોય? માફિયાગીરી ચાલી રહી છે. ઇન્ડસ્ટ્રીમાં કલાકારોના પક્ષમાં કોઈ આગળ નથી આવતું.’ કલાકારો સાથે જ્યારે કૉન્ટ્રૅક્ટ થાય છે ત્યારે હવે એમાં ‘નો-અફેર ક્લૉઝ’નો ઉમેરો કરવામાં આવ્યો છે. એ બાબતને લઈને પણ વાંધો ઉઠાવતાં શિલ્પા કહે છે, ‘શું પહેલાં કદી સેટ પર ઍક્ટર્સનાં અફેર નથી થયાં? અફેરના આધારે તેમને શોમાંથી કાઢવા અયોગ્ય કહેવાય.’

