ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી બધી એક્ટ્રેસ નાની સ્ક્રીન પર વહુનો રોલ ભજવી ચૂકી છે. આ પાત્રોમાં તેઓ એટલી સંસ્કારી નજર આવે છે કે દર્શકો તેના ફૅન્સ બની જાય છે. નાની સ્ક્રીન પર છ મીટરની લાંબી સાડી અને પરંપરાગત કપડામાં નજર આવનારી યે રિશ્તા ક્યા કહેલાતા હૈની અક્ષરા વહુ એટલે હિના ખાન વાસ્તવિક જીવનમાં ઘણી બૉલ્ડ છે અને ઘણીવાર શોર્ટ્સ, મોનોકોની, બિકિની જેવા ડ્રેસમાં પણ દર્શકોનું ધ્યાન પોતાની કેન્દ્રિત કરે છે. આજે હિના ખાન પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. હિનાનો જન્મ 2 ઑક્ટોબર 1987ના રોજ શ્રીનગરમાં થયો હતો. તો ચાલો કરીએ એની ગ્લેમરસ અને સુંદર તસવીરો પર એક નજર..
(તસવીર સૌજન્ય - હિના ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
02 October, 2021 09:03 IST | Mumbai