Scam 1992 ફેમ ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી જોવા મળશે કપિલ શર્માના શોમાં
પ્રતિક ગાંધી, કપિલ શર્મા
સોની લીવ પર તાજેતરમાં રિલીઝ થયેલી શેર દલાલ હર્ષદ મહેતા (Harshad Mehta)ના જીવન પર આધારિત હંસલ મહેતા (Hansal Mehta) દિગ્દર્શિત વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ (Scam 1992: The Harshad Mehta Story) ઘણી જ લોકપ્રિય થઈ છે. સિરિઝના અને તેના દરેક પાત્રના ચારેય તરફ વખાણ થઇ રહ્યાં છે. જો તેમાં સૌથી વધુ વખાણ કોઈના થતા હોય તો તે છે ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi)ના. જેણે આ વૅબ સિરીઝમાં શેર દલાલ હર્ષદ મહેતામનું પાત્ર ભજવ્યું છે. આ સીરિઝને કારણે પ્રતીક ગાંધી દેશભરમાં લોકપ્રિય થઈ ગયો છે અને તેની એક્ટિંગના ઘણાં જ વખાણ કરવામાં આવી રહ્યાં છે. હવે અભિનેતા ટીવીના લોકપ્રિય કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળશે.
તાજેતરમાં ટ્વિટર યુઝર વિપુલ દ્વિવેદીએ કપિલ શર્માને ટ્વીટ કરીને પૂછ્યું હતું કે, ‘સર, મહેરબાની કરીને તમારા શોમાં પ્રતીક ગાંધીને ઈન્વાઈટ કરો ને.’ આ ટ્વીટના જવાબમાં કપિલ શર્માએ કહ્યું હતું કે, ‘તે આવી રહ્યો છે’.
ADVERTISEMENT
He is coming https://t.co/xrPXFwt7NW
— Kapil Sharma (@KapilSharmaK9) November 2, 2020
પ્રતિક ગાંધીએ એક પોર્ટલ સાથેની વાતચીતમાં પણ કબુલ્યું છે કે, તે બહુ જલ્દી 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળશે. પ્રતિક ગાંધીએ કહ્યું હતું કે, 'હું આ મહિને હંસલસર, શ્રેયા ધન્વંતરી સાથે કપિલના શોમાં જવાનો છું.'
આ પણ વાંચો: EXCLUSIVE: ‘સ્કૅમ 1992’ના યંગ DOPમાં એવું તે શું છે કે દિગ્દર્શક હંસલ મહેતા પણ થયા ફિદા
હર્ષદ મહેતા 'ભારતીય શેર બજાર'ના 'બિગ બુલ' તરીકે પ્રખ્યાત હતા. વર્ષ1992માં હર્ષદ મહેતાએ દેશનું સૌથી મોટું કૌભાંડ કર્યું હતું. વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સ્ટોકબ્રોકર હર્ષદ મહેતાના જીવનની વાર્તા જણાવે છે. આ વૅબ સિરીઝ જર્નાલિસ્ટ સુચેતા દલાલ અને દેબાશિષ બાસુના પુસ્તક ‘ધ સ્કૅમ: હુ વૉન, હુ લૉસ્ટ, હુ હૉટ અવૅ’ પર આધારિત છે. જેનું દિગ્દર્શન હંસલ મહેતાએ કર્યું છે. જેમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક ગાંધી અને શ્રેયા ધન્વન્તરી છે. સાથે જ હેમંત ખેર, અંજલી બારોટ, જય ઉપાધ્યાય, ચિરાગ વોરાસતીષ કૌશિક, શરીબ હાશ્મી, અનંત મહાદેવન, નિખિલ દ્વિવેદી, કે.કે. રૈના, લલિત પરીમુ મુખ્ય ભૂમિકામાં છે.

