આ શો છેલ્લાં પાંચ વર્ષથી દર્શકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડી રહ્યો
સના સૈયદ
‘કુંડલી ભાગ્ય’માં ૨૦ વર્ષનો લીપ લેવાતાં હવે સના સૈયદની એન્ટ્રી થવા જઈ રહી છે. આ શો છેલ્લાં પાંચ વર્ષથી દર્શકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડી રહ્યો છે. આ શોમાં શક્તિ અરોરા અને શ્રદ્ધા આર્ય મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. દર્શકો છેલ્લા ઘણા સમયથી ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન જોઈ રહ્યા છે અને હવે નવો ટ્વિસ્ટ આવવા જઈ રહ્યો છે. આ લીપ બાદ સનાની એન્ટ્રી થવા જઈ રહી છે. તે પાલકી ખુરાનાના પાત્રમાં જોવા મળશે જે એક ડૉક્ટર હોય છે. તે હંમેશાં લોકોની મદદ માટે તૈયાર રહેતી હોય છે. તેના પાત્ર વિશે સનાએ કહ્યું કે ‘ઇન્ડિયન ટેલિવિઝનમાં ‘કુંડલી ભાગ્ય’ ખૂબ જ પૉપ્યુલર શો છે અને એમાં કામ કરવું મારા માટે ગર્વની વાત છે. હું ફરી ટીવીમાં આવી રહી છું અને એ પણ ખૂબ જ મોટા શો સાથે. મારું પાત્ર પાલકી ખૂબ જ રિલેટેબલ છે. તે એક ડૉક્ટર છે જે ખૂબ જ પ્રેમાળ અને કૅરિંગ હોય છે. તે હંમેશાં બીજા માટે જરૂર પડ્યે હાજર હોય છે. ૨૦ વર્ષના લીપને કારણે ખૂબ જ હાઈ વૉલ્ટેજ ડ્રામા જોવા મળશે. દર્શકો પણ મને નવા અવતારમાં પસંદ કરશે એવી આશા છે.’