રૂપાલીએ પતિ અશ્વિન કે. વર્મા સાથે મૉલદીવ્સમાં ઊજવી તેરમી લગ્નતિથિ
રોમૅન્ટિક વેકેશનની તસવીરો
ટીવી-ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પતિ અશ્વિન કે. વર્મા સાથે લગ્નજીવનનાં ૧૩ વર્ષ પૂરાં થતાં મૉલદીવ્સમાં લગ્નતિથિની ઉજવણી કરી હતી. રૂપાલીએ બિઝનેસમૅન અશ્વિન કે. વર્મા સાથે ૨૦૧૩ના ફેબ્રુઆરીમાં લગ્ન કર્યાં હતાં અને બન્નેને રુદ્રાંશ નામનો એક પુત્ર છે. રૂપાલીએ સોશ્યલ મીડિયામાં તેના રોમૅન્ટિક વેકેશનની તસવીરો શૅર કરીને ઇમોશનલ પોસ્ટ લખી છે જેમાં પતિ તરફથી મળતા સતત સહયોગ અને સાથ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રૂપાલીએ પોસ્ટમાં લખ્યું હતું, ‘તેરા (તેરહ) હૈ પર મેરા હૈ. હૅપી ૧૩, રુદ્રાંશ કે બાપુ. હંમેશાં મારી પાછળ મજબૂતીથી ઊભા રહેવા બદલ આભાર. હું તારી સાથે વૃદ્ધ થવા ઇચ્છું છું.’ રૂપાલીની આ પોસ્ટ પછી ફૅન્સ તરફથી બન્નેને શુભેચ્છાઓ મળી રહી છે.
