તે ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનની વિનર છે
બીમારીને કારણે રુબીનાના ચહેરાના હાલ-બેહાલ
રુબીના દિલૈક બીમાર પડતાં તેના ચહેરાની હાલત બૂરી થઈ છે. તે ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનની વિનર છે. તેને તાવ આવતાં તેનો આખો ચહેરો બદલાઈ ગયો છે. પોતાનો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એને જોઈને તેના ફૅન્સ ચિંતિત છે. સૌકોઈ તેને વિવિધ સલાહ આપવાની સાથે તે જલદી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રુબીનાએ કૅપ્શન આપી હતી, ‘તાવ, ગળામાં તકલીફ, ઇન્ફેક્શન અને હોઠ સૂજી ગયા છે. હું ડક જેવી દેખાતી હોઈશ. મારી જાતને જોઈને મને ગુસ્સો અને હસવું પણ આવે છે.’


