‘જમાઈ રાજા’ અને ‘કુમકુમ ભાગ્ય’ ફેમ ઍક્ટ્રેસ માને છે કે આજના જમાનામાં પહેલી પ્રાયોરિટી ફાઇનૅન્શિયલ સિક્યૉરિટી હોવી જ જોઈએ
રેહના પંડિત
કરીઅરની પહેલી જ સિરિયલ ‘જમાઈ રાજા’ દ્વારા જાણીતી થયેલી ઍક્ટ્રેસ રેહના પંડિત હાલમાં ઝીટીવીના ‘કુમકુમ ભાગ્ય’ શોમાં આલિયા મેહરા તરીકે જોડાઈ છે. રેહનાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મારો લાસ્ટ શો (મનમોહિની) ફિઝિકલી અને મેન્ટલી થકવી નાખનારો હતો. એ પૂરો થયો એ પછી લૉકડાઉન આવી ગયું. શરૂઆતના બે મહિના તો વાંધો ન આવ્યો, પણ પછી બધું કઈ રીતે થશે એવા પ્રશ્નો શરૂ થવા માંડ્યા. સારું થયું કે બધું ઓપન થતાં ‘કુમકુમ ભાગ્ય’ની કાસ્ટિંગ અસિસ્ટન્ટનો મને ફોન આવ્યો. પહેલાં તો હું ખચકાઈ કે આ રોલ બીજું કોઈ કરતું હતું, પણ પછી મેં હા પાડી અને ઑડિશન આપ્યું. આલિયાના કૅરૅક્ટરને લઈને પહેલાં હું ટેન્સ હતી, કેમ કે એ કૅરૅક્ટર પહેલાં કોઈએ ભજવ્યું હતું.’
રેહના પંડિત કોરોના બાદ સિક્યૉરિટીને લઈને વધુ સચેત થઈ છે. તેણે કહ્યું કે ‘લૉકડાઉન દરમ્યાન હું વિચારતી હતી કે જો હું ઍક્ટિંગ નહીં કરું તો પૈસા કઈ રીતે કમાઈશ! મને થયું કે હું મેકઅપ-આર્ટિસ્ટ બની શકું, કેમ કે હું મેકઅપ સારું કરી લઉં છું! હું સ્ટાઇલિશનું કામ માગી શકીશ. ઇન શૉર્ટ, મને રિયલાઇઝ થઈ ચૂક્યું છે કે આજના જમાનામાં પોતાને સિક્યૉર કરવું સૌથી મહત્ત્કવનું છે, કેમ કે આજકાલ કંઈ પણ થઈ શકે છે; તમે ચાર મહિનાથી ઘરે હો અને જો લૉકડાઉન લાંબું ચાલે તો વર્ષ પણ બેસી રહેવું પડે. જો પૈસાથી શાંતિ મળતી હોય તો હું પહેલાં એની પાછળ જ ભાગીશ.’


