આ વિશે વાત કરતાં રજનીશે કહ્યું કે ‘હું ખૂબ જ ઉત્સાહી છું, કારણ કે બે વર્ષ બાદ હું ટીવી પર કામ કરી રહ્યો છું અને એ પણ એકદમ નવા અવતારમાં.
રજનીશ દુગ્ગલ
રજનીશ દુગ્ગલ હવે ‘સંજોગ’માં જોવા મળવાનો છે. ઝીટીવી પર આવી રહેલો આ ફિક્શન શો ફૅમિલી ડ્રામા છે. આ શોમાં બે મમ્મીની સ્ટોરી દેખાડવામાં આવશે. આ બન્ને મમ્મી જુદા-જુદા કલ્ચરની હોય છે અને તેઓ બન્ને વિચારતી હોય છે કે તેમની દીકરી કેમ તેમનાથી એકદમ અલગ છે. આ શોમાં કામ્યા પંજાબી અને શેફાલી શર્મા જોવા મળશે. શેફાલીએ અમ્રિતાનું પાત્ર ભજવી રહી છે અને તેના પતિ રાજીવ કોથારીનું પાત્ર રજનીશ દુગ્ગલ ભજવી રહ્યો છે. આ વિશે વાત કરતાં રજનીશે કહ્યું કે ‘હું ખૂબ જ ઉત્સાહી છું, કારણ કે બે વર્ષ બાદ હું ટીવી પર કામ કરી રહ્યો છું અને એ પણ એકદમ નવા અવતારમાં. દર્શકોએ આજ સુધી મને માયથોલૉજિકલ અને ઐતિહાસિક શોમાં જ જોયો છે. જોકે ‘સંજોગ’ મારો પહેલો ડેઇલી સોપ છે. રાજીવના પાત્રને લઈને હું ઉત્સાહી છું, કારણ કે એ એક સારો દીકરો હોવાની સાથે સારો પતિ પણ છે. હું આ પાત્ર સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકું છું, પરંતુ સારી વાત એ છે કે આ પાત્ર બિઝનેસ ડિસિઝનમાં તેની પત્ની પર ખૂબ જ ભરોસો કરે છે. અમ્રિતાની આર્ટને તે ઍડ્માયર કરતો હોય છે. મને આશા છે કે લોકો મારા આ પાત્રને પસંદ કરશે.’