અગાઉ પણ તેમણે દોહા જતી વખતે દીકરીનો ચહેરો દેખાડ્યો હતો.
રાહુલ વૈદ્ય , દિશા પરમાર
રાહુલ વૈદ્ય અને દિશા પરમારે તેમની દીકરી નવ્યાનો ફોટો શૅર કર્યો છે. અગાઉ પણ તેમણે દોહા જતી વખતે દીકરીનો ચહેરો દેખાડ્યો હતો. ગયા વર્ષે વીસમી સપ્ટેમ્બરે દિશાએ દીકરીને જન્મ આપ્યો હતો. પ્રેગ્નન્ટ થયા બાદ દિશાએ ‘બડે અચ્છે લગતે હૈં 3’માં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. રાહુલ અને દિશાએ ૨૦૨૧માં લગ્ન કર્યાં હતાં. દીકરીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર રાહુલે શૅર કર્યો હતો. એમાં રાહુલ અને દિશાએ પિન્ક આઉટફિટ પહેર્યાં છે તો તેમની દીકરીએ વાઇટ અને પિન્ક કલરનું ફ્રૉક પહેર્યું છે. બન્ને તેમની દીકરી પર વહાલ વરસાવી રહ્યાં છે. તેમના માટે તેમની દીકરી આખા વિશ્વ સમાન છે.


