રાહુલ વૈદ્ય અને દિશાએ દીકરીનું નામ નવ્યા રાખ્યું છે. એ સેરેમનીના કેટલાક ફોટો દિશાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.
રાહુલ વૈદ્ય અને દિશા પરમાર
દિશા પરમારે વીસ સપ્ટેમ્બરે દીકરીને જન્મ આપ્યો છે. દીકરીની નામકરણ વિધિ હાલમાં જ રાખવામાં આવી હતી. રાહુલ વૈદ્ય અને દિશાએ દીકરીનું નામ નવ્યા રાખ્યું છે. એ સેરેમનીના કેટલાક ફોટો દિશાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. એ પ્રસંગે દીકરીને આશીર્વાદ આપવા તેમના અનેક ફૅમિલી અને ફ્રેન્ડ્સ હાજર હતા. એ ફંક્શનના ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને દિશાએ દીકરીનું નામ નવ્યા વૈદ્ય રાખ્યું હોવાનું જાહેર કર્યું હતું.


