કોર્ટે વાંધાજનક વિડિયોને ૪૮ કલાકની અંદર હટાવવાના આદેશ આપ્યા છે
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા`
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આજે ફેમસ સિરિયલ છે અને આ જ કારણ છે કે એ શોનાં પાત્રો કે એના ડાયલૉગ્સનો ઉપયોગ કરીને મીમ્સ બનાવવામાં આવે છે. નાણાકીય લાભ ખાટવા માટે કેટલીક વેબસાઇટ્સ પર શોનાં નામ, તેમનાં પાત્રો જેવા વિવિધ કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. યુટ્યુબ પર તો અશ્લીલ વિડિયો પણ મૂકવામાં આવ્યા છે, તો કેટલાક લોકો એ સંબંધિત ટી-શર્ટ્સ, પોસ્ટર્સ અને સ્ટિકર્સ વેચે છે. સાથે જ ડીપફેકના માધ્યમથી શોનાં કૅરૅક્ટર્સનો બેફામ દુરુપયોગ કરવામાં આવે છે. એટલે શોના મેકર્સે કોર્ટનું શરણું લીધું હતું. તેમણે આવી પ્રવૃત્તિ પર વહેલો પ્રતિબંધ મૂકવામાં આવે એવી વિનંતી કરી હતી. મેકર્સે કોર્ટમાં જણાવ્યું હતું કે ‘તારક મેહતા’, ‘ઉલ્ટા ચશ્મા’, ‘જેઠાલાલ’ અને ‘ગોકુલધામ’ જેવા શબ્દો અને નામ પર તેમનો લીગલ રાઇટ છે. મેકર્સની વાત પર ધ્યાન દોરતાં કોર્ટે વાંધાજનક વિડિયોને ૪૮ કલાકની અંદર હટાવવાના આદેશ આપ્યા છે અને જો એ નહીં હટાવાય તો સંબંધિત પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

