હું ‘નાગિન 6’માં મારા રોલ વિશે વધુ માહિતી ન આપી શકું. એ ખૂબ અગત્યનો રોલ છે
ભવ્ય સચદેવ
ભવ્ય સચદેવ ‘નાગિન 6’માં તેજસ્વી પ્રકાશ સાથે દેખાવાનો છે. કલર્સ પર આવતા આ શોમાં પ્રતીક સહજપાલ રુદ્રના રોલમાં છે. અમનદીપ સિદ્ધુ અનમોલના પાત્રમાં છે. હવે ‘બૅરિસ્ટર બાબુ’માં જોવા મળેલો ભવ્ય આ સિરિયલમાં ટ્વિસ્ટ લાવવાનો છે. તે માનવના રોલમાં દેખાશે. તે પ્રાર્થનાનો રોલ ભજવતી તેજસ્વી સાથે લગ્ન કરવાનો છે. પોતાના રોલ વિશે વધુ માહિતી આપવાની ના પાડતાં ભવ્યએ કહ્યું કે ‘હું ‘નાગિન 6’માં મારા રોલ વિશે વધુ માહિતી ન આપી શકું. એ ખૂબ અગત્યનો રોલ છે. એ જ બાબતે મને આ શોમાં ભાગ લેવા માટે આકર્ષિત કર્યો હતો.’

