શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીના ખરાબ વર્તનનો સૌપ્રથમ ખુલાસો આ શોમાં મિસિસ સોઢીનો રોલ કરનાર જેનિફર મિસ્ત્રીએ કર્યો છે.
મુનમુન દત્તા
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બાવરીનો રોલ કરનાર મોનિકા ભદોરિયાએ જણાવ્યું કે આ શોમાં બબીતાનો રોલ કરનાર મુનમુન દત્તાનો પણ સેટ પર ખૂબ ઝઘડો થતો હતો. શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીના ખરાબ વર્તનનો સૌપ્રથમ ખુલાસો આ શોમાં મિસિસ સોઢીનો રોલ કરનાર જેનિફર મિસ્ત્રીએ કર્યો છે. તેણે પણ આ શો છોડી દીધો છે. ત્યાર બાદ મોનિકાએ પણ આગળ આવીને સેટ પર આર્ટિસ્ટ્સ સાથે થતા મતભેદ વિશે જણાવ્યું હતું. હવે બબીતા વિશે મોનિકા ભદોરિયાએ કહ્યું કે ‘મુનમુન શો છોડીને ન ગઈ હોત, પરંતુ તેને ટૉર્ચર કરવામાં આવી હશે. એથી ઘણા સમયથી તે સેટ પર પાછી નથી ફરી. તેઓ જ્યારે ખૂબ ત્રાસ આપવા લાગે ત્યારે લોકો કામ પર પાછા ન આવવાનું નક્કી કરે છે. જોકે ટીમ કૉલ કરે છે અને સ્થિતિ સુધારે છે. મુનમુન દત્તા સાથે પણ સેટ પર ખૂબ વિવાદ થતો હતો. તે ઘણી વખત સેટ છોડીને જતી રહેતી હતી. ઘણા દિવસો સુધી તે પાછી ફરતી નહીં.’
પ્રિયા આહુજા, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો વિશે
ADVERTISEMENT
સેટ પર મહિલાઓની કદર કરવામાં નથી આવતી. જો ફીમેલ ઍક્ટરનું શૂટિંગ પૂરું થઈ ગયું હોય તો પણ તેમને બેસી રહેવાનું કહેવામાં આવતું. તેઓ મેલ ઍક્ટરનું શૂટિંગ પહેલાં પૂરું કરતા હતા. પુરુષોને વધારે પૈસા આપવામાં આવે છે. મેલ ઍક્ટર્સની સરખામણીએ અમને ખૂબ ઓછા પૈસા આપવામાં આવે છે, પછી ભલે અમારા બન્નેનો સ્ક્રીન ટાઇમ એકસરખો હોય. મહિલાઓને અપશબ્દો બોલવામાં આવે છે. એ હું જણાવી નથી શકતી. આવી ગંદી ભાષા તો હું કદી નથી બોલી.