બિગ બૉસના ફાઇનલ ચાર સ્પર્ધકની જાહેરાત કરશે માધુરી
માધુરી દીક્ષિત નેને ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનના ફાઇનલ ચાર સ્પર્ધકની જાહેરાત કરતી જોવા મળશે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા ‘બિગ બૉસ’નો હવે અંત આવી રહ્યો છે. માધુરી હવે કલર્સ પર ‘ડાન્સ દીવાને’ લઈને આવી રહી છે. આ શોને તે ધર્મેશ યેલાન્ડે અને તુષાર કાલિયા સાથે મળીને જજ કરશે, જ્યારે રાઘવ જુયાલ એને હોસ્ટ કરશે. આથી તેઓ તેમના શોને પ્રમોટ કરવા માટે ‘બિગ બૉસ’ના ફિનાલે વીકમાં જોવા મળશે. માધુરી અને સલમાન ખાન બન્ને તેમના જૂના દિવસોને યાદ કરીને મસ્તી કરતાં પણ જોવા મળશે. આ તમામ પછી માધુરી ટૉપ ફાઇવમાંથી ફાઇનલ ફોરનાં નામ જાહેર કરશે.
હું ડૉક્ટર નેનેને ડાન્સ નથી શીખવતી, પરંતુ તેઓ મારી ટ્યુન પર ડાન્સ જરૂર કરે છે.
ADVERTISEMENT
- માધુરી દીક્ષિત નેને, પતિને ડાન્સ શીખવવા વિશે

