તેણે કેટલીક બ્રૅન્ડ્સ માટે મૉડલિંગ પણ કર્યું છે.
મધુરિમા તુલી
‘કુમકુમ ભાગ્ય’ની મધુરિમા તુલીએ ફિટનેસ મંત્ર આપ્યો છે. તેણે કેટલીક બ્રૅન્ડ્સ માટે મૉડલિંગ પણ કર્યું છે. આ સિવાય તેણે ‘બેબી’ અને ‘તેહરાન’માં પણ કામ કર્યું છે. પોતાના ફૅન્સને ફિટનેસની માહિતી આપતાં મધુરિમા તુલીએ કહ્યું કે ‘હું મારા ફૅન્સને એટલું કહેવા માગું છું કે જો તમને તમારી જાત પ્રત્યે કંઈ સારું ન લાગે તો તમારે તરત તમારા સ્વાસ્થ્યની દરકાર લેવી જોઈએ.
ફિટનેસના અનેક પ્રકાર છે અને એને માટે કોઈ એક ચોક્કસ નિયમ નથી. મને જિમમાં જવું નથી ગમતું, એથી મેં પોતાને ફિટ રાખવા માટે પર્યાય શોધી કાઢ્યા છે. જો તમને મારી જેમ જિમ ન ગમતું હોય તો તમે યોગ કરી શકો છો, જૉગિંગ અથવા એક કલાક વૉક કરી શકો છો અથવા તો જો તમને ડાન્સ પસંદ હોય તો એને પણ તમારી ફિટનેસમાં ઉમેરી શકો છો. મને લાગે છે કે એ તમને ફિટ રાખશે અને અંદરથી અને બહારથી પણ તમને તરોતાજા હોવાનો અનુભવ થશે.’

