ક્રિતિકા કામરા આગામી થ્રિલર ‘ગ્યારહ ગ્યારહ’ અને ‘ફૉર યૉર આઇઝ ઓન્લી’માં દેખાવાની છે.
ક્રિતિકા કામરા
ક્રિતિકા કામરા આગામી થ્રિલર ‘ગ્યારહ ગ્યારહ’ અને ‘ફૉર યૉર આઇઝ ઓન્લી’માં દેખાવાની છે. તેનું કહેવું છે કે એ થ્રિલર માત્ર સ્ક્રિપ્ટ પૂરતી જ સીમિત નથી પરંતુ એ એક અનુભવ છે. તેણે ‘બૉમ્બે મેરી જાન’માં ગૅન્ગસ્ટરનો રોલ કર્યો હતો. તે એક જ પ્રકારના રોલ કરવામાં નથી માનતી. પ્રોજેક્ટની પસંદગી વિશે ક્રિતિકાએ કહ્યું કે ‘મને એ પ્રોજેક્ટની પસંદગી કરવી સંતુષ્ટિ આપે છે જે અલગ હોય અને લોકોની અપેક્ષાથી આગળ લઈ જાય. આ વર્ષે હું જે પ્રોજેક્ટમાં કામ કરી રહી છું ખાસ કરીને થ્રિલર્સ એ મારા દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. આવી સ્ટોરી આક્રમક, સસ્પેન્સથી ભરપૂર અને અતિશય ઇમોશન્સને દેખાડે છે. એ આક્રમકતા મને એક્સાઇટ કરે છે અને આ નવી જર્ની પર ઉત્સાહથી આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. હું જે થ્રિલર્સનો ભાગ બની છું એ માત્ર સ્ક્રિપ્ટ સુધી જ સીમિત નથી, પરંતુ એનો ઊંડાણપૂર્વક અનુભવ લેવા જેવો છે. એ પાત્રને, એનાં ઇમોશનને અને સસ્પેન્સને બારીકાઈથી વ્યક્ત કરવાં મારા માટે પડકારજનક છે. મારા માટે તો એ સ્ટોરીમાં પોતાને ઢાળવું જ અગત્યનું છે. મારી ક્ષમતા કરતાં આગળ વધવું અને સાથે જ મારી કળાના એ આયામને ઉજાગર કરવા સમાન છે, જેને કદાચ મેં આજ સુધી નથી દેખાડ્યો.’


