ખતરો કે ખિલાડીમાં કિસ્સા ચોટી કા
શમિતા શેટ્ટી અને રિદ્ધિમા પંડિત
કલર્સ ચૅનલ પર આવી રહેલા શો ‘ખતરોં કે ખિલાડી ૯’માં શમિતા શેટ્ટી અને રિદ્ધિમા પંડિત વચ્ચે કૅટફાઇટ જોવા મળી હતી. આ કૅટફાઇટની શરૂઆત હેરસ્ટાઇલને કારણે થઈ છે. આ શોમાં શમિતાની એન્ટ્રી થવાથી દરેક કન્ટેસ્ટન્ટ તેના તરફ આકર્ષાયા છે અને એ શોમાં પણ જોઈ શકાય છે. એક ટાસ્ક દરમ્યાન તેમને જ્યારે સ્પૉટ પર હાજર થવા કહ્યું હતું ત્યારે શમિતા શેટ્ટીએ ચોટી બાંધી હતી. રિદ્ધિમા પણ તેના જેવી જ હેરસ્ટાઇલમાં જોવા મળી હતી. રિદ્ધિમાને પોતાના જેવી જ હેરસ્ટાઇલમાં જોઈને શમિતા નારાજ થઈ હતી. તેણે રિદ્ધિમાને પૂછ્યું હતું કે તેણે કેમ તેની હેરસ્ટાઇલની નકલ કરી છે.
આ પણ વાંચોઃ ખતરો કે ખિલાડીમાં ડ્રગ્સ લેતા પકડાયો વિકાસ ગુપ્તા, શોમાંથી થયો બહાર
ADVERTISEMENT
બીજી તરફ રિદ્ધિમાએ કહ્યું હતું કે એ તેના હેરસ્ટાઇલિસ્ટ દ્વારા રાખવામાં આવી છે. જોકે શમિતા ગુસ્સે થઈ ગઈ હતી અને પોતાની હેરસ્ટાઇલની કૉપી કરી હોવાથી તેને એ બદલવા માટે કહી રહી હતી. જોકે રિદ્ધિમા પણ ગુસ્સે થઈ ગઈ હતી અને તેમની વચ્ચે તૂતૂ, મૈંમૈં થઈ ગઈ હતી.

