કવિતા કૌશિકને હજી પણ ‘બિગ બૉસ 14’માં ભાગ લેવાનો અફસોસ છે.
કવિતા કૌશિક
કવિતા કૌશિકને હજી પણ ‘બિગ બૉસ 14’માં ભાગ લેવાનો અફસોસ છે. તેનું કહેવું છે કે તેને આ રિયલિટી શોનો ખૂબ ખરાબ અને કડવો અનુભવ થયો હતો. એ શો દરમ્યાન રુબીના દિલૈક અને અનુભવ શુક્લા સાથે વિવાદ થતાં તેણે આ શો છોડી દીધો હતો. તેણે વાઇલ્ડ કાર્ડ દ્વારા શોમાં એન્ટ્રી કરી હતી અને એજાઝ ખાન સાથે ઝઘડો થતાં તેને કાઢવામાં આવી હતી. જોકે બાદમાં બીજી વખત તેને એન્ટ્રી મળી હતી, પરંતુ રુબીના અને અનુભવ સાથે પણ ઝઘડો થતાં તે શોને અધવચ્ચે છોડીને નીકળી ગઈ હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું આ શોમાં જવાનો તેને હજી પણ પસ્તાવો થઈ રહ્યો છે? એનો જવાબ આપતાં કવિતાએ કહ્યું કે ‘હા, થાય છે. મને એમાં ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો. એ શો વિશે વિચારીને તો મને હજી પણ ખરાબ અને ઊલટી જેવો અનુભવ થાય છે.’


