કપિલ શર્માએ ઘટાડ્યું 9 કિલો વજન, તો અર્ચનાએ ઉડાડ્યું મજાક, કહ્યું આ...
તસવીર સૌજન્ય અર્ચના પૂરણ સિંહ વીડિયો સ્ક્રીન ગ્રેબ
બોલીવુડ એક્ટ્રેસ અર્ચના પૂરણ સિંહ સોશિયલ મીડિયા પર ઘણી ઍક્ટિવ રહે છે. તે હંમેશાં 'ધ કપિલ શર્મા શૉ' સાથે જોડાયેલા વીડિયો શૅર કરતી રહે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે. તાજેતરમાં જ તેણે 'ધ કપિલ શર્મા શૉ'ના સેટ સાથે જોડાયેલો એક વીડિયો શૅર કર્યો છે. હકીકતે, દિવાળી એપિસોડમાં 'ધ કપિલ શર્મા શૉ'માં ડાન્સના બાદશાહ ગોવિંદા પહોંચ્યા. આ દરમિયાન તેમણે શૉના સેટ પર ખૂબ જ મસ્તી કરી. હવે શૉ દરમિયાન બીટીએસ વીડિયો અર્ચના પૂરણ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે.
આ વીડિયોમાં અર્ચના પૂરણ સિંહ ગોવિંદા અને કપિલ શર્મા મળીને સ્ટેજ પર ખૂબ જ મસ્તી કરે છે. વીડિયોમાં કપિલ શર્મા કહે છે કે તેણે પોતાનું વજન ઘટાડી લીધું છે, તે હવે 92માંથી 81 પર આવી ગયો છે. જેના પછી કપિલ શર્મા સ્ટાઇલમાં કહે છે, "નવી વેબ સીરિઝ આવી રહી છે ને." વીડિયોમાં જોઇ શકાય છે કે ગોવિંદા કપિલની વાત સાંભળીને પોતાના સ્ટાઇલિશ અંદાજમાં રેમ્પ વૉક કરવાનું શરૂ કરી દે છે.
ADVERTISEMENT
View this post on Instagram
જેના પર અર્ચના પૂરણ સિંહ, કપિલ શર્માને કહે છે કે તું, "ગોવિદાને હરાવી નહીં શકે. હીરો નંબર વન." એક્ટ્રેસ અર્ચના પૂરણ સિંહે આ વીડિયો શૅર કરતા કૅપ્શનમાં લખ્યું, "દિવાલી વીકેન્ડ, હીરો નંબર વન." એક્ટ્રેસના આ વીડિયો પર ચાહકો અનેક કોમેન્ટ્સ કરી રહ્યા છે. જણાવવાનું કે, "ધ કપિલ શર્મા શૉ (The Kapil Sharma Show)" પોતાના પાત્રો અને કોન્ટેન્ટ માટે ખૂબ જ પ્રચલિત છે. શૉ હંમેશાં ટીઆરપીની રેસમાં આગળ જ રહે છે.

