ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ઉધમગઢમાં ઇકબાલ ખાન અને નિશાંત મલકાની
ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ઉધમગઢમાં ઇકબાલ ખાન અને નિશાંત મલકાની
નેટફ્લિક્સે તેની આગામી ફિલ્મો, સિરીઝની જાહેરાત કરીને અન્ય પ્લૅટફૉર્મને ટક્કર આપી છે ત્યારે ઍમેઝૉન પ્રાઇમ પણ આ વર્ષે ‘ધ ફૅમિલી મૅન 2’, ‘મેડ ઇન હેવન’, ‘મુંબઈ ડાયરીઝ ૨૬/૧૧’ વગેરે રિલીઝ કરશે. તાજેતરમાં ફરહાન અખ્તરની ફિલ્મ ‘તૂફાન’ પણ સીધી ઍમેઝૉન પ્રાઇમ પર આવશે એવી જાહેરાત થઈ છે. આ ઉપરાંત ‘ઉધમગઢ’ નામની સિરીઝનું કામ પણ શરૂ થઈ ગયું છે. ૯૦ના દાયકાનું બૅકડ્રૉપ છે ધરાવતી ‘ઉધમગઢ’માં અહંકારને લીધે જિંદગી કેટલી હદ સુધી બરબાદ થઈ જાય છે એ રસપ્રદ રીતે બતાવવામાં આવશે.
આ શોમાં જાણીતા ટીવી-કલાકારો ઇકબાલ ખાન અને નિશાંત મલકાની લીડ રોલ કરવાના છે. ઇકબાલ ખાન ‘કૈસા યે પ્યાર હૈ’, ‘કાવ્યાંજલિ’, ‘કસમ સે’, ‘ક્રૅકડાઉન’ જેવા શો માટે જાણીતો છે. તો નિશાંત મલકાનીને ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’થી લોકપ્રિયતા મળી છે. દિગ્ગજ કલાકાર કિરણકુમાર તેમ જ ચંકી પાંડે પણ ‘ઉધમગઢ’માં મહત્ત્વનો રોલ કરવાના છે. ‘દિલ્હી 47’, ‘બીએ પાસ 2’ બનાવનાર શાદાબ ખાન ‘ઉધમગઢ’ના રાઇટર-ડિરેક્ટર છે. આ સિરીઝનું શૂટિંગ ઉદયપુરની નજીકના લોકેશનમાં થવાનું છે.


